VADODARA : સ્માર્ટ વીજ મીટરના વિરોધ બાદ કર્મીઓએ ચાલતી પકડી
- સ્માર્ટ વીજ મીટરનો વિરોધ આજે પણ યથાવત
- વાઘોડિયામાં લોકોએ એકત્ર થઇને પુરજોશમાં વિરોધ નોંધાવ્યો
- અગાઉ પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ સામે આવી ચૂક્યો છે
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા વાઘોડિયા (WAGHODIA) માં સ્માર્ટ વીજ મીટર નાંખવાની કામગીરીનો વિરોધ (SMART ELECTRICITY METER) સામે આવ્યો છે. તાજેતરમાં વાઘોડિયામાં વીજ કંપની એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા વીજ કર્મીઓએ કામ મુલતવી રાખીને ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ વીજ મીટરનો શરુઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. વિરોધ વધતા થોડાક સમય માટે કામગીરી બંધ રાખી હતી. અને હવે ધીમા પગે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિકોને આ વાતની જાણ થતા જ મોટી સંખ્યામાં એકત્ર થયા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં વીજ કંપની એમજીવીસીએલની ટીમો દ્વારા વાઘોડિયાના લાઇબ્રેરી ચાર રસ્તા અને ગુગલિયા પુરા (નાની ભાગોળ) થી સ્માર્ટ વિજ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોને આ વાતની જાણ થતા જ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ વીજ કંપનીના કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા. લોકોનો રોષ વધતા વીજ કંપનીના કર્મીઓ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાંખવાની કામગીરી મુલતવી રાખીને ચાલતી પકડી હતી.
જુના મીટર લગાડવા પડ્યા - સુત્ર
સ્થાનિક સુત્રોનું કહેવું છે કે, સ્માર્ટ વીજ મીટર નાંખવાની કામગીરી પહેલા કોઇ પણ સ્થાનિકને વિશ્વાસમાં લઇને જાણ કરવામાં આવી નથી. અચાનક જ કામગીરી હાથ ધરીને જુના મીટર કાઢી નાંખીને નવા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે. જેનો સ્થાનિકોએ પુરજોશમાં વિરોધ કર્યો છે. સુત્રોએ ઉમેર્યું કે, કેટલીક જગ્યાએ લગાડવામાં આવેલી કામગીરી રોકીને જુના મીટર લગાડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી પર કામચલાઉ ધોરણે રોક લગાડવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો ---- VADODARA : PM મોદીની વાંધાજનક તસ્વીર મુકનાર કોંગી આગેવાનની ધરપકડ