ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : મંદિર ઉપર મોબાઇલ ટાવર લગાડવાનો વિરોધ કરતા મળી 'વશીકરણ'ની ધમકી

Vadodara : સોસાયટીમાં બાંધવામાં આવેલા મંદિરમાં શેડ ખેંચીને તેને ભાડે આપવામાં આવતો હોવાનો આરોપ અન્ય રહીશો દ્વારા મુકવામાં આવ્યો છે
07:27 PM Aug 20, 2025 IST | PARTH PANDYA
Vadodara : સોસાયટીમાં બાંધવામાં આવેલા મંદિરમાં શેડ ખેંચીને તેને ભાડે આપવામાં આવતો હોવાનો આરોપ અન્ય રહીશો દ્વારા મુકવામાં આવ્યો છે

Vadodara : વડોદરા (Vadodara) ના વારસિયા વિસ્તારમાં આવેલી પરાગરજ સોસાયટી (Paragraj Society - Vadodara) માં સ્થાનિક દ્વારા રહેણાંક વિસ્તારમાં મંદિર બનાવી દીધું છે. આ મંદિરમાં શેડ ખેંચીને જગ્યા ભાડે આપતા હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. મોડી રાત સુધી ધ્વનિ પ્રદુષણના કારણે સ્થાનિકોનું જીવવું હરામ થયું હોવાની વ્યથા તેમણે મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે. આ સાથે જ તાજેતરમાં મંદિર ઉપર મોબાઇલ ટાવર બેસાડવાની (Mobile Tower Installation On Temple - Vadodara) હિલચાલ પણ સ્થાનિકોના ધ્યાને આવતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, મંદિરના ટ્રસ્ટી દ્વારા વળતા વશીકરણની ધમકી (Black Magic Threat) આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સ્થાનિકોએ એકત્ર થઇને મંદિર બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં દબાણો દુર કરવા માટેની અરજી કરવામાં આવી છે.

દબાણો દુર કરવાની લેખિતમાં અરજી આપવામાં આવી

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાંધવામાં આવેલા મંદિરમાં શેડ ખેંચીને તેને ભાડે આપવામાં આવતો હોવાનો આરોપ અન્ય રહીશો દ્વારા મુકવામાં આવ્યો છે. તાજેતરમાં મંદિર ઉપર મોબાઇલ ટાવરનો (Mobile Tower Installation On Temple - Vadodara) સામાન લઇ જવામાં આવ્યો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સામે પક્ષેથી વશીકરણની ધમકી આપવામાં આવી હોવાનું સ્થાનિકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે પરાગરજ સોસાયટીના રહીશો દ્વારા વડોદરા પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં દબાણો દુર કરવાની લેખિતમાં અરજી આપવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

અમને બહુ તકલીફ પડે છે

સમગ્ર મામલે સ્થાનિક મહિલા જહ્નાવી રાવલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હું પરાગરજ સોસાયટીમાં રહું છું. મારા ઘરની બાજુમાં જ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં રાતોરાત મોબાઇલ ટાવર બનાવવાનું કામ (Mobile Tower Installation On Temple - Vadodara) ચાલી રહ્યું છે. તેનો સામાન નીચેથી ઉપર લઇ ગયા છે. તેઓ અમને ધમકી આપે છે, અમારૂ વશીકરણ કરાવીને, પ્રોપર્ટી લઇ લેશે, તમારાથી જે થાય તે કરી લો. મોડી રાત સુધી સંગીત ચાલે છે, પાર્કિંગ જ્યાં ત્યાં કરી દે છે, હાલ મંદિરના શેડમાં કિટી પાર્ટી ચાલી રહી છે. આ મંદિર અંબે માતાજીનું છે. આ મંદિરના સંચાલકો વાસુદેવભાઇ અને મુકેશભાઇ છે. આ મંદિર છેલ્લા 5 વર્ષથી છે. અમને બહુ તકલીફ પડે છે. પહેલા તેઓ પ્રસંગો માટે હોલ ભાડે આપતા હતા. તેનાથી પૈસા કમાતા હતા. અમારી માંગ છે કે, અહિંયા શાંતિ જળવાઇ રહે, મોબાઇલ ટાવર ના બને, અને આજુબાજુમાં કોઇને પણ તકલીફ સહન ના કરવી પડે.

આ પણ વાંચો ---- Vadodara : ઐતિહાસિક માંડવી ગેટની હાલત દયનીય, જર્જરિત પિલરમાંથી મસમોટા પોપડા ખર્યા

Tags :
BlackmagicGujaratFirstgujaratfirstnewslocalpeopleMobileTowerOPPOSEThreatVadodaraWarasiya
Next Article