Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરમાં પાણી વિતરણ માટે ગાયકવાડી સમયની 'ચાવી' આજે પણ કારગર

VADODARA : અગાઉ પાણીની લાઇનના વાલ્વ ચાવીથી ખોલ બંધ કરવામાં આવતા હતા. આ કામ કરનારને આજે પણ ચાવીવાળા તરીકે સંબોધાય છે
vadodara   શહેરમાં પાણી વિતરણ માટે ગાયકવાડી સમયની  ચાવી  આજે પણ કારગર
Advertisement
  • વડોદરામાં મોટા ભાગના વાલ્વ ઓટોમેટિક થયા નથી
  • ચાવીવાળા વાલ્વ ખોલ બંધ કરીને પાણીનું વિતરણ કરે છે
  • ઓછી મહેકમ છતાં કામગીરી પર તેની કોઇ અસર નહીં

VADODARA : સ્માર્ટ સિટી (SMART CITY) ની તર્જ પર વડોદરા (VADODARA) નો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે પણ શહેરભરમાં પાણી વિતરણ (WATER MANAGEMENT) માટે ગાયકવાડી સમયની ચાવી (KEY) જ કારગર હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતીએ વડોદરામાં પાણી વિતરણ માટેના 999 વાલ્વ પૈકી 114 વાલ્વને જ ઓટોમેટિક કરી શકાયા છે. જ્યારે 885 વાલ્વ ચાવીથી જ સંચાલિત હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ વાલ્વ માટેના ચાવીવાળાની સંખ્યા જુજ છે. હાલ 170 ની મંજુર જગ્યા સામે 156 જગ્યા હજી ખાલી છે. માત્ર 14 જગ્યા જ ભરવામાં આવી છે.

ચાવી ફેરવીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે

વડોદરાના ગાયકવાડી સાશન દરમિયાનની કામગીરી આજે પણ વખણાય છે, અભ્યાસુઓ તેમાંથી કંઇક નવું શીખતા રહે છે. હાલમાં સ્માર્ટ સિટીની તર્જ પર વડોદરાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ શહેરભરમાં પાણી વિતરણની વ્યવસ્થા આજે પણ ગાયકવાડી સમયની ચાવી પર આધારિત છે. લાખો શહેરવાસીઓને ચાવી ફેરવીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગાયકવાડી શાસન દરમિયાન પાણીની લાઇનના વાલ્વ ચાવીથી ખોલ બંધ કરવામાં આવતા હતા. આ કામ કરનારને આજે પણ ચાવીવાળા તરીકે સંબોધવામાં આવે છે.

Advertisement

ઓટોમેટિક સિસ્ટમમાં કંટ્રોલરથી આખી વ્યવસ્થાનું સંચાલન

વડોદરા પાલિકા દ્વારા સ્કાડા સિસ્ટમ તો લાગુ કરી દેવામાં આવી છે. પરંતુ તેની અમલવારી કાચબાની ગતિએ થઇ રહી છે. વડોદરા શહેરમાં પાણી વિતરણ માટેના 999 વાલ્વ પૈકી 114 વાલ્વ જ ઓટોમેટિક કરવામાં આવ્યા છે. બાકીના 885 વાલ્વ ચાવીવાળા સંચાલિત છે. મોટા ભાગની જગ્યાઓ પર ચાવી ફેરવીને પાણીનું વિતરણ ચાલુ-બંધ કરવામાં આવે છે. બીજી તરફ ઓટોમેટિક સિસ્ટમમાં કંટ્રોલરથી આખી વ્યવસ્થા ચાલે છે.

Advertisement

તે સમયે સુરક્ષાના કોઇ ખાસ વિકલ્પ ઉપલબ્ધ હોતા નથી

વડોદરા પાલિકામાં ચાવીવાળાની 170 મંજુર જગ્યા સામે માત્ર 14 જ જગ્યા ભરવામાં આવી છે. 156 જગ્યા આજે પણ ખાલી છે. આ વચ્ચે પણ મહેકમ ખોટની અસર પાણી વિતરણ પર બિલકુલ ના દેખાય તેનું ખાસ ધ્યાન ચાવીવાળા રાખતા હોય છે. આ કામગીરી એક રીતે જોખમી પણ છે. કારણકે આ વાલ્વ મોટાભાગે જાહેર રોડ પર અથવા નજીકમાં આવેલા હોય છે. જ્યાં વાહન વ્યવહાર ચાલુ હોય છે. ત્યારે વાહન અથવા તો આડાશ મુકીને ચાવી ફેરવીને વાલ્વ ખોલ બંધ કરવો પડે છે. તે સમયે સુરક્ષાના કોઇ ખાસ વિકલ્પ ઉપલબ્ધ હોતા નથી. જેને પગલે ક્યારેક અકસ્માત થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો --- VADODARA : ઇન્ટરનેશનલ ફ્લાઇટને 'WELCOME', લેન્ડિંગ પર ઇન્સેન્ટીવની ઓફર

Tags :
Advertisement

.

×