VADODARA : PM મોદીને વધાવતી સિંદૂર સન્માન યાત્રામાં સાંસ્કૃતિક મેળાવડા જેવો માહોલ
- વડાપ્રધાનને આવકારવા માટે અનેરો થનગનાટ
- વિવિધ વેશભૂષામાં સજ્જ થઇને રોડ શોના રૂટ પર પહોંચ્યા વડોદરાવાસીઓ
- સાંસ્કૃતિક મેળો ભરાયો હોય તેવી વૈવિધ્યતા જોવા મળી
VADODARA : ઓપરેશન સિંદુર (OPERATION SINDOOR) ની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) નું સ્વાગત કરવા માટે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લા (VADODARA CITY AND DISTRICT) માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નારીશક્તિ વડાપ્રધાન ઓવારણા લેવા માટે આતુર છે. વડોદરા શહેરમાં સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે પધારી રહેલા વડાપ્રધાનને આવકારવા વિવિધ કલા સમુહોએ એરપોર્ટ રોડ ઉપર ભીડ જમાવી છે.
સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી
તેમાં એક અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી રહી છે. ભારતની સાંસ્કૃતિ વિરાસતને પુનર્જિવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઇ હોલ્કરની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી.
કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા
વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઇ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી વિરાસતની ઝાંખી કરાવી રહી છે. તો બીજી બાજુ ઓપરેશન સિંદુર યાત્રામાં વડાપ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા છે.
શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યા
વડોદરા ખાતે પધારી રહેલા વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રીય નૃત્યો પણ જોવા મળી રહ્યા છે. એરપોર્ટ રોડ ઉપર શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતીઓ દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નૃત્યો આકર્ષણ જમાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વડાપ્રધાન મોદીને પોંખવા વડોદરા તૈયાર, રૂટ પર ઓપરેશન સિંદૂરની ઝાંખી છવાઇ