Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દારૂનું વેચાણ નહીં કરવાનું જણાવતા યુવકની ઘર બહાર ધૂલાઇ

VADODARA : પાછળના ફળિયામાં રહેતા રણજીતભાઇ પરમાર પોલીસથી ચોરીછુપે ક્યાંકથી દેશી દારૂનું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું
vadodara   દારૂનું વેચાણ નહીં કરવાનું જણાવતા યુવકની ઘર બહાર ધૂલાઇ
Advertisement
  • અસામાજીક પ્રવૃત્તિ કરતા ટોકવું યુવકને ભારે પડ્યું
  • પિતા પુત્રએ રાત્રીના સમયે ઘર બહાર પહોંચી ધમકી આપી
  • યુવક પર સ્ટીલની બરણી વડે હુમલો કરાતા હોસ્પિટલ લઇ જવા પડ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) ની હદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેતર જતા યુવકે બાજુના ફળિયામાં રહેતા શખ્સને દેશી દારૂના વેચાણની અસામાજીક પ્રવૃત્તિ નહીં કરવા માટે જણાવ્યું હતું. તે બાદ રાત્રીના સમયે પિતા પુત્રએ યુવકના ઘર બહાર આવીને તેની ધુલાઇ કરી હતી. બાદમાં પિતા-પુત્ર યુવકને ધમકી આપીને જતા રહ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે બંને વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નાઇટ શિફ્ટમાં નોકરી કરવા માટે ઘરેથી તૈયાર થઇને નીકળ્યા

વાઘોડિયા પોલીસ મથકમાં જગદિશભાઇ બારીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી સેવાશ્રમ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે. તાજેતરમાં સાંજે તેઓ તેમના ખેતર જવા માટે નીકળ્યા હતા. તે સમયે તેમના પાછળના ફળિયામાં રહેતા રણજીતભાઇ અર્જુનભાઇ પરમાર પોલીસથી ચોરીછુપે ક્યાંકથી દેશી દારૂનું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. રણજીતભાઇનો માણસ જગદિશભાઇ દારૂનું વેચાણ કરતો હોવાથી ફરિયાદીએ આવી અસામાજીક પ્રવૃત્તિ નહીં કરવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીમાં નાઇટ શિફ્ટમાં નોકરી કરવા માટે ઘરેથી તૈયાર થઇને નીકળ્યા હતા.

Advertisement

108 એમ્બ્યુલન્સને ફોન કરતા તે આવી ગઈ

તે વખતે રણજીત પરમાર અને મિતુલ રણજીત પરમાર તેમના ઘર આગળ આવ્યા હતા. અને ફરિયાદી જોડે ઝઘડો કર્યો હતો. અને બાદમાં ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો. રણજીત પરમારે ફરિયાદીને માથામાં સ્ટીલની દૂધની બરણી મારી દીધી હતી. ત્યાર બાદ બંનેએ જતા સમયે કહ્યું કે, તું આ વખતે બચી ગયો, પરંતુ બીજી વખત તું નહીં બચે. બાદમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તે આવી ગઈ હતી. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમની સારવાર કરીને રજા આપી દેવામાં આવી હતી.

Advertisement

પોલીસે આરોપીઓને દબોચવા માટેના ચક્રોગતિમાન કર્યા

જે બાદ ફરિયાદીએ રણજીતભાઇ અર્જુનભાઇ પરમાર અને મિતુલભાઇ રણજીતભાઇ પરમાર (રહે. મોટી માણેક, વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય) વિરૂદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો --- VADODARA : પાણી ભરાવવા મુદ્દે ભાજપના કાર્યકરની વિપક્ષના નેતાને રજુઆત

Tags :
Advertisement

.

×