VADODARA : ઓનલાઇન ગેમમાં દેવાના ભારણ સામે યુવકની જીંદગી હારી ગઇ
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો અને ખાનગી કંપનમાં નોકરી કરતો 26 વર્ષિય યુવક ઓનલાઇન ગેમીંગમાં રૂપિયા હારી ગયો (ONLINE GAME LOST MONEY) હતો. તે ઘટનાથી હતાશ યુવકે પોતાની નાનીના ઘરે જઇને ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું છે. ઘટનાની જાણ કરવામાં આવતા કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવકે લખેલી એક ચીઠ્ઠી પોલીસને મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગેમીંગમાં દેવું થયું હોવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
સૌરાંગના ચપ્પલ તેની બાજુના ઘરમાં જ જોવા મળ્યા
વડોદરાના વાઘોડિયા રોડ પરના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતો સૌરાંગ ચુનાવાલા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. શુક્રવારે સવારે તે ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યો હતો. ત્યાર બાદ 12 વાગ્યાની આસપાસ તેના પિતાએ તેને ફોન કર્યો હતો. પરંતુ તેણે રીસવ કર્યો ન્હતો. બાદમાં તપાસ કરતા સૌરાંગના ચપ્પલ તેની બાજુના ઘરમાં જ જોવા મળ્યા હતા. બાદમાં ઘરમાં તપાસ કરતા સૌરાંગની ધાબળા વડે ગાળિયો કરીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અંતિમ પગલું ભરતા પહેલા એક ચીઠ્ઠી લખી
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતકને ઓનલાઇન ગેમ રમવાની લત હતી. તે માટે તેણે રૂ. 2 લાખની લોન લીધી હતી. જો કેસ લોન લેવા માટેનું કારણ પરિવારને બાઇક હોવાનું જણાવ્યું હતું. તેણે અંતિમ પગલું ભરતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે, મેં બેંકમાંથી લોન લીધી હતી, હું ગેમમાં રૂપિયા હારી ગયો છું. મેં ઓનલાઇન ગેમ છોડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ મારાથી છુટી ના શકી. મારા આ પગલાં પાછળ કોઇ જવાબદાર નથી.
આ પણ વાંચો --- VADODARA : ઘરમાં ઘૂસી ગળે ટૂંપો દઇને પરિણીતાની હત્યા


