ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 'મને માફ કરજો', ચીઠ્ઠી લખીને યુવક લાપતા, પરિજનો ચિંતિત

VADODARA : તે 10, એપ્રિલે વહેલી સવારે પોતાના ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર નીકળી ગયો છે. તેની શોધખોળ કરતા કોઇ સફળતા મળી શકી ન્હતી
12:45 PM Apr 11, 2025 IST | PARTH PANDYA
VADODARA : તે 10, એપ્રિલે વહેલી સવારે પોતાના ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર નીકળી ગયો છે. તેની શોધખોળ કરતા કોઇ સફળતા મળી શકી ન્હતી

VADODARA : વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ મથક વિસ્તારમાં આવતા વાઘોડિયાના શ્રીજી પોળમાં રહેતો યુવક અંજલભાઇ જયરામદાસ ગજાણી ચીઠ્ઠી લખીને લાપતા બન્યો છે. જેને પગલે પરિજનોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. 10, એપ્રિલના રોજ વહેલી સવારે યુવક પોતાના ઘરેથી કોઇને કશું પણ કહ્યા વગર જતો રહ્યો છે. તેની શોધખોળ કરતા કંઇ નક્કર હાથ લાગ્યું ન્હતું. દરમિયાન પરિજનોને તેણે પોતાના હાથેથી લખેલી એકી ચીઠ્ઠી મળી આવી છે. આ ઘટના બાદ પરિજનોને યુવક ખંડીવાલા કેનાલમાં કુદી ગયો હોવાની પ્રબળ આશંકા છે. જેને ધ્યાને રાખીને પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. (VADODARA YOUNG MAN GOES MISSING AFTER WRITE LATTER TO FAMILY AND FRIENDS)

યુવકના પિતાએ જરોદ પોલીસ મથકમાં મીસીંગની ફરિયાદ નોંધાવી

વડોદરાના જરોદમાં આવેલી શ્રીજી પોળમાં રહેતો 20 વર્ષિય યુવક અંજલભાઇ ગાજાણી 10, એપ્રિલે વહેલી સવારે પોતાના ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર નીકળી ગયો છે. તેની શોધખોળ કરતા કોઇ સફળતા મળી શકી ન્હતી. તપાસમાં તેણે હાથેથી લખેલી એક ચીઠ્ઠી મળી આવી છે. જે મામલે ગુમ થનાર યુવકના પિતા જયરામદાસ થાવરદાસ ગજાણીએ જરોદ પોલીસ મથકમાં મીસીંગની ફરિયાદ નોંધાવી છે. જે બાદ આ મામલે જરોદ પોલીસ મથકના એએસઆઇ રમેશભાઇ ચંદુભાઇને તપાસ સોંપવામાં આવી છે.

ચીઠ્ઠીમાં પ્લીઝ અને સોરીનો વારંવાર ઉલ્લેખ કરાયો

હેલ્લે માય ડીયર ફેમીલી, મેં તમારો લાડલો છોકરો અંજલ. આજે તમને બધાને મુકીને દૂર જઈ રહ્યો છું. મારા માટે તમે જેટલું કર્યુ તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ મને માફ કરી દેજો. હું માનુ છું કે મેં માફીના લાયક નથી. પણ થઈ શકે તો કરી દેજો. મેં મારા વ્યાક્તિગત પ્રોબ્લેમથી આ કામ કરવા જઈ રહ્યો છું. મારા ગયા પછી મારા ફ્રેન્ડ, મારી ફેમલી કે મારા કોઈપણ પોતાના વ્યકિતને હેરાન ના કરતા. પ્લીઝ મારુ મરવાનુ કારણ મેં કહી શકતો નથી. અને તમે પણ કારણ શોધવાની કોશીશ ના કરતા. તમે બધા પ્લીઝ મેં મારી મરજીથી મરવા જાઉં છું. કોઈના દબાણમા આવીને મેં આ કામ નથી કરતો. તો પ્લીઝ મારા ગયા પછી કોઇને હેરાન કરશો નહીં. પ્લીઝ સોરી & ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ્સ. મારી મમ્મીનું ધ્યાન રાખજો. પ્લીઝ મારા ભાઈ રહુલ, મમ્મી પાપાને સાચવી લેજે. ભાઇ પ્લીઝ. સોરી થઈ શકે તો માફ કરી દેજો. પ્લીઝ મારો ફોન & બાઇક મુકીને જાવ છું એ વેચી દેજો.

આ પણ વાંચો --- VADODARA : ટેબલ ઉછાળી તોફાન મચાવતા તત્વોએ કાન પકડ્યા

Tags :
afterfamilyGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLattermanmissingtoVadodaraWorriedWriteyoung
Next Article