Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 17,300 ફૂટ ઊંચા શિખર પર No Drugs Campaign ના સંદેશા સાથે યુવાનોએ ત્રિરંગો લહેરાવ્યો

VADODARA : “માઉન્ટ ફ્રેન્ડશિપ” પર કપરા ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી જાગૃતિનો પ્રયાસ
vadodara   17 300 ફૂટ ઊંચા શિખર પર no drugs campaign ના સંદેશા સાથે યુવાનોએ ત્રિરંગો લહેરાવ્યો
Advertisement
  • Invincible NGOની દૃઢ પ્રતિબદ્ધતા
  • શારીરિક કસોટીના આધારે ટીમની પસંદગી કરવામાં આવી
  • No Drugs Campaign નો મેસેજ પણ આપ્યો

VADODARA : વિશ્વના નકશા પર ભારત આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને આ સફરમાં ગુજરાતીઓના યોગદાનને અવગણવું શક્ય નથી. આવી જ એક નોંધપાત્ર સાહસગાથા આજે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. ગુજરાત (GUJARAT) ના ૧૫ યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં (PIR PANJAL RANGE) આવેલી ૧૭,૩૦૦ ફૂટ ઊંચા “માઉન્ટ ફ્રેન્ડશિપ” (MOUNT FRIENDSHIP) પર કપરા ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ચોટી પર સફળતાપૂર્વક ચઢાઈ કરી, તિરંગો લહેરાવ્યો અને એ સાથે જ દેશના યુવાનોમાં નશાવિરોધી જાગૃતિ ફેલાવવાનો સંદેશ – “No Drugs Campaign” – ગગનચુંબી શિખર સુધી પહોંચાડ્યો.

વિવિધ પ્રકારે તાલીમ આપવામાં આવી

આ અભિયાન પાછળ હતી Invincible NGOની દૃઢ પ્રતિબદ્ધતા. ભારતના સૌથી મોટા ટ્રેકિંગ અને એડવેન્ચર સંસ્થા તરીકે ઓળખાતા ઇન્વિન્સિબલ દ્વારા આ યુવાનોને બે મહિના સુધી કઠોર શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં દરરોજ રનિંગ, સામાન સાથે ચઢાણ, યોગ-પ્રાણાયામ, ટેક્નિકલ વિડિઓ લેકચર્સ, અને અનુભવસંપન્ન કોચની માર્ગદર્શિકાની આગવી સિદ્ધિનો સમાવેશ થાય છે. ત્યારબાદ શારીરિક કસોટી ના આધારે આ યુવાઓની પસંદગી કરવામાં આવી હતી.

Advertisement

તમામ અડચણોને પાર કરી

ટીમે ૨૦ મે ના રોજ પોતાની યાત્રાની શરૂઆત કરી અને ૨૬ મે શિખર સર કરી સફળતા પ્રાપ્ત કરી. દુર્ગમ માર્ગ, હિમયુક્ત વાતાવરણ અને ઓક્સિજનની અછત જેવી તમામ અડચણોને પાર કરી ગુજરાતના યુવાનો તિરંગો લહેરાવ્યો સાથે સાથે એ No Drugs Campaign નો મેસેજ પણ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

Advertisement

હિમ્મત અને સંકલ્પશક્તિથી દેશનું ગૌરવ વધાર્યું

આ ૧૫ સાહસિક યુવાની ટીમમાં શીલ દિપેશભાઈ પટેલ, હર્ષ જોશી ઉપરાંત અન્ય ૧૩ સાહસિકો જોડાયા હતા, જેમણે પોતાની હિમ્મત અને સંકલ્પશક્તિથી દેશનું ગૌરવ વધાર્યું હતું. Invincible NGOના “No Drugs” અભિયાન હેઠળ આયોજિત આ શિખર વિજય માત્ર એક સાહસ નહોતું – પણ યુવાશક્તિને એક નવી દિશા આપતું, નકારાત્મક પ્રવૃત્તિઓ સામે યુવાનોના સકારાત્મક ઉદ્ઘોષરૂપ સંકલ્પનું પ્રતિબિંબ હતું.

આ પણ વાંચો --- VADODARA : નેપાળમાં આયોજિત સંમેલનમાં નિશાકુમારીએ કર્યું દેશનું પ્રતિનિધિત્વ

Tags :
Advertisement

.

×