Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : બુટલેગરની ચાલાકી ઉંધી પડી, રૂ. 2.82 કરોડનો મુદ્દામાલ જપ્ત

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ ગુનાખોરી ડામવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય એલસીબીની ટીમોને બાતમી મળતા, વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન શંકાસ્પદ કન્ટેનરને રોકીને તેમાં તપાસ કરતા, મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ વિદેશી દારૂને ટ્રે્ક્ટર અને ટેલિકોનના સ્પેરપાર્ટસ વચ્ચે લાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
vadodara   બુટલેગરની ચાલાકી ઉંધી પડી  રૂ  2 82 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
  • પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનોને સંયુક્ત રીતે બાતમી મળી હતી
  • સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે

Vadodara : વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) દ્વારા પ્રોહીબીશનની અમલવારી કડકાઇ પૂર્વક કરવામાં આવી રહી છે. ગુનાખોરી ડામવા માટે વડોદરા ગ્રામ્ય અધિક્ષક દ્વારા ઓપરેશન પરાક્રમ (Operation Parakram) શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે આજે વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. ટ્રેક્ટર અને ટેલીકોન ઇક્વીપમેન્ટ્સ વચ્ચે લઇ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ગ્રામ્ય પોલીસે રૂ. 2.82 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×