Vadodara : બુટલેગરની ચાલાકી ઉંધી પડી, રૂ. 2.82 કરોડનો મુદ્દામાલ જપ્ત
- વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
- પેટ્રોલિંગ દરમિયાન પોલીસ જવાનોને સંયુક્ત રીતે બાતમી મળી હતી
- સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે
Vadodara : વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) દ્વારા પ્રોહીબીશનની અમલવારી કડકાઇ પૂર્વક કરવામાં આવી રહી છે. ગુનાખોરી ડામવા માટે વડોદરા ગ્રામ્ય અધિક્ષક દ્વારા ઓપરેશન પરાક્રમ (Operation Parakram) શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે આજે વડોદરા ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. ટ્રેક્ટર અને ટેલીકોન ઇક્વીપમેન્ટ્સ વચ્ચે લઇ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ગ્રામ્ય પોલીસે રૂ. 2.82 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
હાઇવે નજીક વોચ ગોઠવવામાં આવી હતી
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત વડોદરા ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ જરોદ પોલીસ મથકમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ ટ્રક જરોદ પસાર કરીને જનાર છે. બાતમીના આધારે આમલીયારા ગામના તળાવ સામે હાલોલથી વડોદરા તરફ આવતા ટ્રેક પર વોચ ગોઠવવામાં આવી હતી.
વિદેશી દારૂ, સ્પેર પાર્ટસ, રોકડા, મોબાઇલ અને કન્ટેનર જપ્ત
દરમિયાન બાતમીથી મળતી આવતુ કન્ટેનર જણાતા તેને રોકવામાં આવ્યું હતું. અને તેની તપાસ કરવામાં આવી હતી. ટેન્કરમાંથી રૂ. 46.30 લાખની ભારતીય બનાવટનો વિદેશી દારૂ, રૂ. 2.21 કરોડની કિંમતના ટ્રેક્ટરના સ્પેર પાર્ટસ, અને ટેલીકોન ઇક્વીપમેન્ટ્સ, રૂ. 15 લાખની કિંમતનું કન્ટેનર, મોબાઇલ અને રોકડ મળીને કુલરૂ. 2.82 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
એક આરોપીની ધરપકડ
ઉપરોક્ત કાર્યવાહીમાં આરોપી અમીનખાન બાગડદાન (ઉં. 40) (રહે. જોધપુર, ભરતપુર, રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો ----- ખેડા SCST Cell નો એએસઆઈ 4 લાખની લાંચ લેતા પકડાયો, અન્ય કેસમાં વૉઈસ મેચીંગ બાદ DySP અને સાથી હે.કૉ.ની સામે થશે કાર્યવાહી