Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: સાવલી રોડ પર ટ્રક-રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમા બે ના મોત, ત્રણ ઈજાગ્રસ્ત

વડોદરાના સાવલી મેવલી રોડ પર ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
vadodra  સાવલી રોડ પર ટ્રક રીક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમા બે ના મોત  ત્રણ ઈજાગ્રસ્ત
Advertisement
  • વડોદરાના સાવલી મેવલી રોડ પર અકસ્માતમાં 2ના મોત
  • ટ્રકે રીક્ષાને અડફેટે લેતા 2ના ઘટનાસ્થળે જ નીપજ્યા મોત
  • અકસ્માતમાં અન્ય ત્રણ યુવકો પણ ગંભીર રીતે થયા ઘાયલ

વડોદરા(Vadodra) ના સાવલી-મેવલી રોડ પરથી પસાર થતા ટ્રકે રીક્ષાને અડફેટે લેતા બે ઈસમોને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. સાવલીની ભમ્મર-ઘોડા ગામે મેલડી માતાના દર્શન કરીને રીક્ષામાં પરત ફરતા ટ્રકે રિક્ષાને અડફેટે લેતા બે ના મોત થયા હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. ગિરવતભાઈ ગામેથી રહે. ભાદરવા તેમજ જશપાલસિહ સોલંકી હાલ રહે. મોક્સી, મૂળ રહે. હડમતીયા તાલુકો લુણાવાડાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે સાવલી પોલીસી ઘટના સ્થળે પહોંચી ટ્રકનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા

મૃતકના સબંધીએ જણાવ્યું હતું કે, મે બાધા કરવા માટે તેમજ દર્શન કરવા માટે ગયા હતા. અમે પાંચ જણા રીક્ષામાં દર્શન કરવા નીકળ્યા હતા. સાવલીથી થોડા આગળ નીકળ્યા હતા.સાવલીથી ત્રણ કિલોમીટર આગળ નીકળ્યા હતા. જ્યાં અચાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે SSG હોસ્પિટલ લઈ ગયા હતા.

Advertisement

Advertisement

અકસ્માતમાં કારમાં સવાર એકનું ઘટનાસ્થળે મોત

બીજો અકસ્માત અમદાવાદ-મહેસાણા હાઇવે પર ત્રિપલ અકસ્માતની (Triple Accident) ગોઝારી ઘટના બની છે. હાઇવે પર એક ટ્રક, કાર અને પિકઅપ ડાલા એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર 1 વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે, 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોની ભીડ ભેગી થઈ હતી. સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોની મદદે આવ્યા હતા.

આ પણ વાંચોઃ Porbandar: સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલ હીરલબા જાડેજાની વધુ એકવાર થઈ ધરપકડ

અકસ્માતમાં કારનાં ફુરચેફુરચા બોલાયા

માહિતી અનુસાર, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃત્યુ થયેલ વ્યક્તિનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની (traffic jam) સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે, પોલીસે લોકોની ભીડને દૂર કરી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. અકસ્માતમાં કારનાં ફુરચેફુરચા બોલાયા છે. જ્યારે, ટ્રક પલટી મારી જતાં તેમાં રહેલ સામાન રોડ પર પથરાયો હતો.

આ પણ વાંચોઃ Bhavnagar : રાજ્યમાં 16 મી વસ્તી ગણતરી દરમ્યાન સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યો

Tags :
Advertisement

.

×