PM Modi: વૈભવ સૂર્યવંશીએ જીતી લીધું PM મોદીનું દિલ, વડાપ્રધાને ભરપૂર વખાણ કર્યા
- PM મોદીએ બિહારમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ કર્યું ઉદ્ઘાટન
- PM મોદીએ ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભરપૂર વખાણ કર્યા
- વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવ્યો
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (Khelo India Youth Games)ના ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે PM મોદીએ ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના (Vaibhav Suryavanshi)ભરપૂર વખાણ કર્યા. તેમણે કહ્યું કે, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, તે જેટલો વધુ રમશે, તેટલો જ તેજસ્વી બનશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,''આપણે બધાએ IPLમાં બિહારના દીકરા વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન જોયું છે. વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેના શાનદાર પ્રદર્શનની પાછળ તેની મહેનત અને જુસ્સો સ્પષ્ટ દેખાય છે.
સૂર્યવંશીના વખાણમાં પીએમ મોદીએ શું કહ્યું?
બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન દરમિયાન, પીએમ મોદીએ વૈભવ સૂર્યવંશીની બેટિંગ કુશળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વૈભવને વધુને વધુ મેચ રમવાથી ફાયદો થયો. વિવિધ સ્તરે રમવાથી તેની બેટિંગમાં સુધારો થયો. તેણે સખત મહેનત કરવાનું ચાલુ રાખ્યું, અને તેને તેનું ફળ મળ્યું. આ કારણે, તે IPL જેવા મોટા પ્લેટફોર્મ પર અને વિશ્વના શ્રેષ્ઠ બોલરો સામે રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો.
#WATCH | PM Modi virtually addresses the inauguration event of Khelo India Youth Games in Bihar's Patna.
PM Modi says, "We all have seen the outstanding performance of the son of Bihar, Vaibhav Suryavanshi, in IPL. Vaiabhav has created such a big record at this young age. Behind… pic.twitter.com/XnBSDoIyvl
— ANI (@ANI) May 4, 2025
આ પણ વાંચો -KKR Vs RR: કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું, વરુણ ચક્રવર્તી-હર્ષિત રાણાએ મચાવી ધૂમ
બજેટને લઈને પીએમ મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશમાં રમતગમતના વિકાસ માટે આ વર્ષના ₹4,000 કરોડના બજેટમાંથી એક મોટા હિસ્સાનો ઉપયોગ રમતના માળખાગત સુવિધાઓને શ્રેષ્ઠ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આનાથી ભારતીય રમતગમતને નવી દિશા મળશે અને દેશમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધશે.
આ પણ વાંચો -RCB vs CSK : જાડેજા-આયુષની તોફાની બેટીંગ કામ ન આવી, RCB એ 2 રનથી મેચ જીતી
બિહારી વાનગીઓનો પણ ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે ભારતમાં રમતગમત માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ આપણી સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. જેમ જેમ આપણી રમત સંસ્કૃતિનો વિકાસ થશે, તેમ તેમ ભારતની તાકાત પણ સુપરપાવર તરીકે વધશે. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ બિહારી વાનગીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બિહારની બહારથી આવેલા ખેલાડીઓએ બિહારમાં લિટ્ટી-ચોખાનો સ્વાદ ચોક્કસ ચાખવો જોઈએ. ઉપરાંત, ત્યાં મખાના ખાવાનું ભૂલતા નહીં.