Valsad : વાપીમાં બાઇકસવાર પર આખલાએ અચાનક કર્યો જીવલેણ હુમલો, જુઓ હચમચાવતો Video
વલસાડનાં (Valsad) વાપીમાં રખડતા ઢોરનાં ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીનાં (Vapi) ડુંગરામાં બાઈકચાલક પર આખલાએ અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો - Tiranga Yatra : અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, અમિત શાહે લોકોને કરી આ ખાસ અપીલ
વાપીના ડુંગરામાં બાઈકચાલક પર આખલાનો હુમલો
વલસાડમાં (Valsad) ફરી એકવાર રખડતા ઢોરના ત્રાસની ઘટના બની છે. માહિતી મુજબ, વલસાડનાં વાપીમાં આવેલા ડુંગરાનાં (Dungra) દિલીપનગર વિસ્તારમાં રખડતા ઢોરનાં હુમલાની ઘટના બની છે. વિસ્તારમાં રોડની સાઇડ પર આખલો ઊભો હતો ત્યારે ત્યાંથી બાઇક પર એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન, અચાનક જ રોડની સાઇડમાં ઊભેલા આખલાએ બાઇકસવાર પર હુમલો કર્યો હતો. આખલાનાં હુમલાથી બાઇકસવાર જમીન પર પટકાયો અને ઢસડાયો હતો.
- વાપીનામમાં બાઈકચાલક પર આખલાએ કર્યો હુમલો
- રસ્તાની બાજુમાં ઊભેલા આખલાએ બાઈકચાલક પર અચાનક હુમલો કર્યો
- બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ
- રખડતા ઢોરનાં હુમલાની ઘટના CCTV માં કેદ થઈ#valsad #Vapi #BullAttack #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 13, 2024
આ પણ વાંચો - ભૂતિયા-ગુલ્લીબાજ Teachers સામે કાર્યવાહી, બીજી તરફ વાવ-સુત્રાપાડામાં શિક્ષક-આચાર્યને લઈ થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!
બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ
રોડ પર પટકાતા બાઇકચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો બાઇકસવારની મદદે આવ્યા હતા અને ઇમરજન્સી સેવામાં કોલ કરી ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આખલા દ્વારા બાઇકસવાર પર હુમલાની આ હચમચાવતી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. વાપીમાં જાહેર રસ્તા પર રખડતા પશુઓની સમસ્યા હાલ પણ યથાવત છે, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - રાજ્યભરમાંથી 134 ગેરહાજર Teachers બરતરફ કરાયા, 58 ને નોટિસ! Gujarat First નાં અહેવાલનો પડઘો!