ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : કોંગ્રેસમાં મોટું ગાબડું! આ નેતાએ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું

અજિત ગરાસિયા સહિત 22 સભ્યોની કમિટીએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજીને કિશન પટેલનો વિરોધ કર્યો હતો.
03:57 PM Jul 06, 2025 IST | Vipul Sen
અજિત ગરાસિયા સહિત 22 સભ્યોની કમિટીએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજીને કિશન પટેલનો વિરોધ કર્યો હતો.
Amit garasia_Gujarat_first 1
  1. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લઈ વિવાદ ચરમસીમાએ (Valsad)
  2. કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશન પટેલને લઈ વકર્યો વિવાદ
  3. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયાનું રાજીનામું
  4. અજીત ગરાસિયાનો AICC ના મેમ્બરો પર ગંભીર આરોપ
  5. AICC ના મેમ્બરો પણ ભાજપના સ્લીપર સેલ :અજિત ગરાસિયા

Valsad : વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અંગેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશન પટેલને (Kishan Patel) લઈ વિવાદ વકર્યો છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદેથી અજિત ગરાસિયાએ (Ajit Garasia) રાજીનામું આપ્યું છે. અજિત ગરાસિયા સહિત 22 સભ્યોની કમિટીએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજીને કિશન પટેલનો વિરોધ કર્યો હતો. અજિત ગરાસિયાએ કહ્યું કે, AICC નાં કેટલાક મેમ્બરો પણ ભાજપના સ્લીપર સેલ છે!

આ પણ વાંચો - Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયાનું રાજીનામું

વલસાડ જિલ્લામાં (Valsad) કોંગ્રેસ સમિતિનાં નવા પ્રમુખ તરીકે કિશન પટેલની વરણી કરવામાં આવી હતી. જો કે, આ પાર્ટીનાં આ નિર્ણય સામે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અજિત ગરાસિયાએ વિરોધ વ્યક્ત કર્યો છે. માહિતી અનુસાર, અજિત ગરાસિયા (Ajit Garasia) જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદેથી રાજીનામું આપીને વિરોધ નોંધાવ્યો છે. અજિત ગરાસિયા સહિત 22 સભ્યોની કમિટીએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ યોજીને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં નવા પ્રમુખ તરીકે કિશન પટેલની વરણીનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો - Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો આજના કાર્યક્રમોની વિગત

AICC ના મેમ્બરો પણ ભાજપના સ્લીપર સેલ : અજિત ગરાસિયા

કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયાનાં એ.આઈ.સી.સી. નાં (AICC) મેમ્બરો પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, એ.આઈ.સી.સી નાં મેમ્બરો પણ ભાજપના (BJP) સ્લીપર સેલ જેવા છે. એઆઈસીસીનાં સભ્યો તથા દિલ્હી સુધી ઉચ્ચ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કિશન પટેલની વરણી રદ કરવામાં આવી નથી. આથી, સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને મહામંત્રી અજીત ગરાસિયાએ જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામાથી જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. હવે આ મામલે આગમી સમયમાં પાર્ટીમાં કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તેનાં પર સૌની નજરે છે.

આ પણ વાંચો - Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

Tags :
AICCAjit GarasiaDistrict Congress General SecretaryGujarat CongressGUJARAT FIRST NEWSKishan PatelTop Gujarati NewsValsad BJPValsad Congress PresidentValsad District Congress
Next Article