ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : ભીલાડમાં બોગસ કોલ સેન્ટરની ઝડપાયું, 12 લોકોની ધરપકડ

Valsad : ભીલાડમાં બોગસ કોલ સેન્ટરનો ભંડાફોળ : IG ક્રાઇમ ટીમે 12 વ્યક્તિઓ પકડ્યા, વિદેશીઓને લોભામણી સ્કીમથી છેતરપિંડી
05:02 PM Sep 16, 2025 IST | Mujahid Tunvar
Valsad : ભીલાડમાં બોગસ કોલ સેન્ટરનો ભંડાફોળ : IG ક્રાઇમ ટીમે 12 વ્યક્તિઓ પકડ્યા, વિદેશીઓને લોભામણી સ્કીમથી છેતરપિંડી

Valsad : વલસાડ જિલ્લાના ( Valsad ) ભીલાડમાંથી (Bhilad) એક બોગસ કોલ સેન્ટર ( Bogus call center ) ઝડપાયું છે, જે વિદેશી નાગરિકોને લોભામણી સ્કીમોની લાલચ આપીને છેતરપિંડી કરતું હતું. આ કાર્યવાહી IG ક્રાઇમ (ઇન્સ્પેક્ટર જનરલ ક્રાઇમ)ની ટીમે કરી છે, જેમાં 12 વ્યક્તિઓ અટકાયત કરવામાં આવી છે, જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. કોલ સેન્ટર ભીલડ હાઈવે પર આવેલા ક્રિસ્ટલ ઇન હોટેલમાં ચાલતું હતું, અને ત્યાંથી કમ્પ્યુટર સહિત અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ ગેંગ કરોડોની છેતરપિંડી કરતો હતો, અને તપાસમાં વધુ માહિતી સામે આવી રહી છે.

IG ક્રાઇમની તોફાની કાર્યવાહી : 12 વ્યક્તિઓ પકડાયા

IG ક્રાઇમની ટીમે બાતમીના આધારે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ ભીલાડ હાઈવે પર ક્રિસ્ટલ ઇન હોટેલમાં છાપો મારીને બોગસ કોલ સેન્ટરને પકડી પાડ્યું હતું. આ નકલી કોલ સેન્ટરમાંથી બે મહિલાઓ સહિત 12 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ ગેંગ વિદેશી નાગરિકોનો સંપર્ક કરીને લોભામણી સ્કીમોની લાલચ આપીને છેતરપિંડી કરતી હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં વિદેશી નાગરિકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની માહિતી સુત્રો પાસેથી સામે આવી રહી છે. જોકે, તે બાબતે સત્તાવાર રીતે પોલીસે કોઈ જ માહિતી આપી નથી. આ ગેંગ ઇન્વેસ્ટમેન્ટ, લોટરી અને અન્ય ખોટી યોજનાઓના નામે પૈસા વસૂલતા હતા. પોલીસે સ્થળ પરથી કમ્પ્યુટર, મોબાઈલ, દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- ગાંધીનગરમાં ભણેલી આ મોડેલના પ્રેમમાં હાર્દિક પંડ્યા ? છૂટાછેડા બાદ નવા સંબંધની ચર્ચા

Valsad  બોગસ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડી : વિદેશીઓને લોભામણીથી છેતરપિંડી

આ કોલ સેન્ટરમાં આરોપીઓ વિદેશી નાગરિકો (મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને યુરોપના)નો સંપર્ક કરીને ખોટી લોભામણી સ્કીમોની લાલચ આપતા હતા. તેઓ ઇન્વેસ્ટમેન્ટ, લોટરી વોઈનિંગ અને અન્ય યોજનાઓના નામે પૈસા વસૂલતા અને કરોડોની છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. IG ક્રાઇમની તપાશમાં સામે આવ્યું કે આ ગેંગ અન્ય રાજ્યોમાં પણ કાર્યરત હોઈ શકે છે અને તેમના નેટવર્કમાં વધુ આરોપીઓના નામે સામે આવી શકે છે. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 420 (છેતરપિંડી), 506 (ધમકી) અને IT એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.

IG ક્રાઇમની કાર્યવાહી : તપાસમાં વધુ માહિતી સામે આવશે

IG ક્રાઇમની ટીમે આ કાર્યવાહીમાં 12 આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાં યુવાનો અને મહિલાઓ સામેલ છે. તપાશમાં સામે આવ્યું કે આ કોલ સેન્ટર કેટલાક મહિનાથી કાર્યરત હતું અને વિદેશીઓને ટાર્ગેટ કરીને કરોડોની છેતરપિંડી કરતું હતું. પોલીસે જપ્ત કરેલા કમ્પ્યુટર અને દસ્તાવેજોમાંથી વધુ પુરાવા મળી રહ્યા છે, અને આરોપીઓને પૂછપરછ માટે કોસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઘટના વલસાડ અને ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમને રજૂ કરે છે, અને તંત્રે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચો- PM Modi @75 : પીએમ મોદીની પંચોતેર વરસે ય યુવાનને શરમાવે એવી ચુસ્તીસ્ફૂર્તિ

Tags :
#BhiladScam#CrystalInHotel#ForeignScam#IGCrimeFast#ValsadBogusCallCenterCybercrime
Next Article