Valsad : અટગામમાં DRIની મોટી કાર્યવાહી ; ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ, 20 કરોડના ડ્રગ્સ જપ્ત
- Valsad : ડ્રગ્સ ફેક્ટરીનો ખુલાસો : DRIએ અટગામમાં દરોડો, ચંદ્રકાન્ત કેછડા-અશોક પીઠારીયાની ધરપકડ, 3 દિવસ રિમાન્ડ
- વલસાડમાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ રેકેટ: 20 કરોડના પ્રવાહી ડ્રગ્સ જપ્ત, DRI તપાસમાં માલિકો-વર્કર્સ પકડાયા
- લાયસન્સ વિના એક વર્ષથી ચાલતી ફેક્ટરી : DRIએ 114 કિ.ગ્રા. જપ્ત કરી, આરોપીઓના સપ્લાય ચેઇન પર તપાસ
- અટગામમાં DRI કાર્યવાહી : 4 આરોપીઓને રિમાન્ડ, 20 કરોડના ડ્રગ્સ જપ્ત
Valsad : વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મોટી કાર્યવાહી કરીને એક ગુપ્ત ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં અંદાજિત 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના પ્રવાહી ડ્રગ્સનો જથ્થો તૈયાર જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડમાં કુલ 114 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. DRIએ આ કાર્યવાહીમાં ફેક્ટરીના બે માલિકો અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં તૈયાર થતા પ્રવાહી ડ્રગ્સને અન્ય ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની આશંકા છે. આરોપીઓ આ પ્રવાહી ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી લાવતા હતા અને કેવી રીતે બનાવતા અને ક્યાં વેચાણ કરતા હતા તેની વિગતો મેળવવા માટે 3 દિવસના રિમાન્ડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના નેટવર્કને તોડી પાડવામાં મોટી સફળતા મળી શકે છે.
આ ઘટના વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને વેગ આપશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોનો સમાવેશ થશે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો છે, અને તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો- Valsad : પાક નુકસાન મામલે આદિજાતિ-પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ વલસાડની મુલાકાતે