ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad: ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જ માતાનું હાર્ટ એટેકથી મોત

વાપીની એક હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન બની ઘટના પુત્રના 5માં જન્મદિવસની ઉજવણી માટે કરાયું હતું આયોજન સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા તે સમયે હાર્ટ એટેક Valsad: ગુજરાતમાં અત્યારે નાની વયે હાર્ટ એટેકના બનાવો ખુબ જ વધી રહ્યાં છે....
07:54 PM Sep 15, 2024 IST | VIMAL PRAJAPATI
વાપીની એક હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન બની ઘટના પુત્રના 5માં જન્મદિવસની ઉજવણી માટે કરાયું હતું આયોજન સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા તે સમયે હાર્ટ એટેક Valsad: ગુજરાતમાં અત્યારે નાની વયે હાર્ટ એટેકના બનાવો ખુબ જ વધી રહ્યાં છે....
valsad News
  1. વાપીની એક હોટલમાં બર્થડે પાર્ટી દરમિયાન બની ઘટના
  2. પુત્રના 5માં જન્મદિવસની ઉજવણી માટે કરાયું હતું આયોજન
  3. સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા તે સમયે હાર્ટ એટેક

Valsad: ગુજરાતમાં અત્યારે નાની વયે હાર્ટ એટેકના બનાવો ખુબ જ વધી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકથી એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પુત્રના જન્મદિવસની પાર્ટી ચાલી રહીં હતી આ દરમિયાન માતાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના વાપીની એક હોટલમાં બની છે. આ હોટલમાં બર્થડે પાર્ટીની ઉજવણી થઈ રહીં હતી. મળતી જાણકારી પ્રમાણે પુત્રના 5 માં જન્મદિવસની ઉજવણી માટે આયોજન કરાયું હતું.

આ પણ વાંચો: ચાર દિવસમાં આવ્યા 16 લાખો શ્રદ્ધાળુઓ, Ambaji ના રસ્તાઓ જય અંબેના નાદથી ગૂંજ્યા

પુત્રએ પોતાના જન્મદિવસે જ માતાની છાયા ગુમાવી

નોંધનીય છે કે, સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા તે સમયે હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા સ્ટેજ પર જ અચાનક ઢળી માતા પડ્યા હતા. પોતાના જન્મદિવસે જ પુત્રએ માતાની છાયા ગુમાવતા શોકનો માહોલ સર્જાયો છે. મહિલાને ક્યાં ખબર હતી કે, આજ પછી ક્યારેય પોતાના દીકરાના જન્મ દિવસની પાર્ટીમાં હાજરી નહીં આપી શકે. અત્યારે આખા પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર હાર્ટ એટેકની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ ખાતે PM મોદીનું ભવ્ય સ્વાગત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: Amreli: માત્ર પાંચ વર્ષની બાળકી સાથે આધેડ વયના પુરુષે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું

Tags :
GujaratGujarati NewsValsadvalsad newsvapi valsadVimal Prajapati
Next Article