Valsad : સુરતનાં પરિવાર માટે ડુંગરી ગામનાં યુવાનો દેવદૂત બન્યા! મોડી રાતે કર્યું દિલધડક રેસ્ક્યૂ
વલસાડનાં ડુંગરી નજીક નેશનલ હાઇવે પરની ઘટના કારમાં સવાર સુરતનાં પરિવારને નડ્યો અકસ્માત પૂરઝડપે દોડતી કાર પલટી મારી બામ ખાડીમાં ખાબકી ડુંગરી ગામનાં યુવાનોએ પરિવારનું દિલધકડ રેસ્ક્યૂ કર્યું સુરતનાં (Surat) એક પરિવાર માટે વલસાડનાં ડુંગરી ગામનાં (Dungri) યુવકો દેવદૂત...
Advertisement
- વલસાડનાં ડુંગરી નજીક નેશનલ હાઇવે પરની ઘટના
- કારમાં સવાર સુરતનાં પરિવારને નડ્યો અકસ્માત
- પૂરઝડપે દોડતી કાર પલટી મારી બામ ખાડીમાં ખાબકી
- ડુંગરી ગામનાં યુવાનોએ પરિવારનું દિલધકડ રેસ્ક્યૂ કર્યું
સુરતનાં (Surat) એક પરિવાર માટે વલસાડનાં ડુંગરી ગામનાં (Dungri) યુવકો દેવદૂત બન્યા હતા. વલસાડનાં (Valsad) ડુંગરી નજીક નેશનલ હાઇવે પર સુરતનાં પરિવારની કાર રાતનાં સમયે અચાનક બામ ખાડીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં ડુંગરી ગામનાં લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેટલાક યુવકોએ ખાડીમાં ઉતરી કારનો કાચ તોડી ફસાયેલા પરિવારને બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

