Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વટવા હત્યાકાંડમાં ગજબનો ટ્વિસ્ટ, Drishyam ને પણ ફિકી પાડે તેવી મર્ડર મિસ્ટ્રી

અમદાવાદના વટવા હત્યા કેસમાં એક એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે જેણે તપાસની દિશા બદલી નાખી છે. જે આરોપીને મૃત માની લેવામાં આવ્યો હતો, તેની ચાલાકીનો અંત આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના એક ઓપરેશને આરોપીના 'મોતના નાટક' પરથી પડદો ઉઠાવી દીધો છે.
ahmedabad  વટવા હત્યાકાંડમાં ગજબનો ટ્વિસ્ટ  drishyam ને પણ ફિકી પાડે તેવી મર્ડર મિસ્ટ્રી
Advertisement
  • Ahmedabad ના વટવામાં પ્રેમ પ્રકરણમાં હત્યા મામલે મોટો વળાંક
  • પ્રેમિકાનો હત્યારો આરોપી સમસુદ્દીન જીવિત હોવાનું ખુલ્યું
  • ઓળખ છુપાવવા આરોપીએ રચી હતી પોતાની મોતના ખોટા પુરાવા
  • ક્રાઈમ બ્રાન્ચે ભાઈની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
  • યુવતીના અંગો મળ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી
  • ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

Ahmedabad: વટવા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર પોલીસ બેડાને દોડતું કરી દીધું હતું. શરૂઆતમાં જે કેસમાં આરોપીએ આત્મહત્યા કરી હોવાનું મનાતું હતું, તેમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક એવો વળાંક લાવ્યો છે જે ફિલ્મી વાર્તાને પણ ટક્કર આપે તેવો છે. યુવતીના શરીરના અંગો મળી આવ્યા બાદ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, ત્યારે જાણવા મળ્યું કે મુખ્ય આરોપી સમસુદ્દીન (Accused Samsuddin) હકીકતમાં જીવિત છે.

પોલીસથી બચવા ઓળખ છુપાવી

આરોપીએ પોલીસને ગુમરાહ કરવા અને કાયદાની પકડથી બચવા માટે પોતાની ઓળખ છુપાવવાનું માસ્ટરપ્લાન (Conspiracy) ઘડ્યું હતું. તેણે એવી રીતે પુરાવા છોડ્યા હતા જેથી લાગે કે તેણે પોતે પણ જીવન ટૂંકાવી દીધું છે. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ અને આરોપીના ભાઈની કડક પૂછપરછમાં આ આખું ષડયંત્ર ખુલ્લું પડી ગયું હતું. પૂછપરછ દરમિયાન ભાઈ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે સમસુદ્દીન જીવતો છે અને છુપાયેલો છે. ગણતરીના કલાકોમાં પોલીસે છાપો મારીને આરોપીની અટકાયત કરી લીધી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જઘન્ય હત્યા પાછળનું અસલી કારણ શું હતું અને આ ષડયંત્રમાં અન્ય કોણ સામેલ છે.

Advertisement

પ્રેમ પ્રકરણમાં બની હતી હત્યાની ઘટના

આ ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીના પરિજનોને વારંવાર મૃતકનો આભાસ થવા લાગ્યો હતો અને આ ડરમાંથી બહાર આવવા માટે પરિવારે તાંત્રિક વિધીનો સહારો લીધો હતો અને તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક પીઆઈને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે કામગીરી કરવામાં આવી હતી, પ્રેમિકાની હત્યા કરવામાં આવી હતી અને આરોપીનું પણ મોત થયું હોવાની વાત સામે આવી છે. અમદાવાદના વટવામાં કુતુબનગરમાં આ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Ahmedabad : FSLમાં મોકલાયા અવશેષો

ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વટવાના કુતુબનગરમાં પહોંચી હતી અને જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં ખોદકામ કરીને અવશેષો બહાર કાઢયા હતા. તો FSLની મદદ લેવામાં આવી છે અને એફએસેલ રીપોર્ટ આપશે તેના આધારે કામગીરી પણ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ આ કેસ સાથે સંકળાયેલા સહ-આરોપીઓ અને સંભવિત પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરાઈ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ, તાપમાન 40 ડિગ્રી વટાવશે, લોકોને સાવચેત રહેવા સુચના

Tags :
Advertisement

.

×