Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vav-Tharad માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વાવ-થરાદ (Vav-Tharad) ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીએ સરહદી લોકોની વીરતાને બિરદાવી વિકાસ માટે ₹2500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂર રાહત અને ગૌશાળા સહાય માટે સરકારનો આભાર માની આફત સમયે મળેલી મદદને યાદ કરી હતી.
vav tharad માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Advertisement
  • Vav-tharad માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા હાજર
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા

Vav-tharad: ભારતના પ્રજાસત્તાક દિવસ (Republic Day) ની પૂર્વ સંધ્યાએ બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ-થરાદ (Vav-Tharad) ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhary) એ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

Vav-tharad: મુખ્યમંત્રીનું સંબોધન

સરહદના પ્રહરીઓની સરાહના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વાવ-થરાદ જિલ્લાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ (International Border) ધરાવતો સંવેદનશીલ અને ગૌરવશાળી જિલ્લો છે. મુખ્યમંત્રીએ ઇતિહાસને વાગોળતા કહ્યું કે, યુદ્ધ સમયે અહીંના લોકોએ ભારતીય સેના (Indian Army) ને જે રીતે મદદ કરી છે, તે દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે.

Advertisement

Vav-tharad: રુ.2500 કરોડનો પ્રોજેક્ટ

સરકારની પ્રાથમિકતા જણાવતા CM એ ઉમેર્યું કે, "અમે નવા બનેલા જિલ્લાને ઝડપી વિકાસ (Rapid Development) સાથે જોડવા માટે અગ્રેસર છીએ." ખેડૂતો અને ગ્રામીણ જનતા માટે પાણીની વ્યવસ્થા અંગે બોલતા તેમણે કહ્યું કે, સુજલામ સુફલામ યોજના (Sujalam Sufalam Yojana) થકી આજે છેવાડાના ગામો સુધી પાણી પહોંચ્યું છે. વધુમાં, વિસ્તારમાં પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે રુ. 2500 કરોડનો ખાસ પ્રોજેક્ટ (Special Project) તૈયાર કર્યો હોવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

Advertisement

વિધાનસભા અધ્યક્ષે વ્યક્ત કર્યો આભાર

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવા જિલ્લાની રચના અને સરહદી વિસ્તારના વિકાસ માટે સરકારનો આભાર માન્યો હતો. તેમણે ખાસ કરીને પૂર (Flood) ની પરિસ્થિતિ દરમિયાન રાજ્ય સરકારની કામગીરીના ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. શંકરભાઈએ જણાવ્યું કે જ્યારે આ વિસ્તાર આફતમાં હતો, ત્યારે આખી સરકાર ખડેપગે ઊભી હતી.

સેવા અને ઋણ સ્વીકાર

શંકરભાઈએ વધુમાં ઉમેર્યું કે, પૂરના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર (Compensation) ચૂકવીને સરકારે સંવેદનશીલતા દાખવી છે. "આફત સમયે સરકારે જે મદદ કરી છે, તેનું ઋણ આપણે ભૂલવું જોઈએ નહીં. તેમણે ગૌસેવા અંગે વાત કરતા કહ્યું ગૌશાળાની ગાયો માટે સરકાર દ્વારા રોજની રુ. 30 ની સહાય આપવામાં આવી રહી છે, જે પશુપાલકો માટે મોટો ટેકો છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમે સ્થાનિકોમાં દેશભક્તિ અને વિકાસની નવી આશા જગાડી છે.

આ પણ વાંચોઃ Vav-Tharad: યુવાનોને વતનમાં જ મળશે નોકરી! દૂધવા ખાતે નવી GIDCનું ભૂમિપૂજન

Tags :
Advertisement

.

×