વેનેઝુએલાના મારિયા કોરિના માચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર, ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવાયું
- NobelPeacePrize 2025ની જાહેરાત કરવામાં આવી છે
- મારિયા કોરિના મચાડોને એનાયત કરવામાં આવ્યું
- મચાડોને લોકોને લોકશાહી હક્કો અપાવવા બાબતે નોબલ પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર (NobelPeacePrize) 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને(MariaCorinaMachado) એનાયત કરવામાં આવ્યો છે. આ વર્ષના નોબેલ પુરસ્કાર માટે ઘણા દેશો દ્વારા યુએસ પ્રમુખ ટ્રમ્પનું નામાંકન કરવામાં આવ્યું હતું. જોકે, તેમની આશાઓ ઠગારી નીવડી હતી.ટ્રમ્પને આ મોટો આંચકો લાગ્યો છે. પુરસ્કારની જાહેરાત પહેલાં, ઘણા નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ટ્રમ્પને આ પુરસ્કાર મળવાની શક્યતા ઓછી છે.
મારિયા કોરિના મચાડોને એનાયત કરવામાં આવ્યું
નોંધનીય છે કે મારિયા કોરિના મચાડોને(MariaCorinaMachado) નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના લોકોને લોકશાહી હકો અપાવવા અને ત્યાંની સરમુખત્યારશાહી ને હટાવીને શાંતિપૂર્ણ રીતે લોકશાહી સ્થાપવા માટેના તેમના સતત પ્રયાસો બદલ આપવામાં આવશે.નોર્વેજીયન નોબેલ સમિતિનું કહેવું છે કે જ્યારે સરમુખત્યારો સત્તા કબજે કરે છે, ત્યારે આઝાદી માટે લડતા બહાદુર લોકોને ઓળખવા ખૂબ જ જરૂરી છે, જેઓ ઊભા થઈને વિરોધ કરે છે. સમિતિએ આ સમયે વેનેઝુએલાની પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.
NobelPeacePrize: મચાડોને લોકશાહી હક્કો અપાવવા બાબતે નોબલ પુરસ્કાર
આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ અનેક દેશો દ્વારા નામાંકન કરવામાં આવ્યું હતું, અને તેમણે પોતે પણ જાહેરમાં દાવો કર્યો હતો કે વિવિધ દેશો વચ્ચેના યુદ્ધોનો અંત લાવવા બદલ તેઓ આ પુરસ્કારના હકદાર છે. જોકે, તેમની આશાઓ ઠગારી નીવડી છે.
NobelPeacePrize પુરસ્કાર ક્યારે એનાયત થશે?
મારિયા કોરિના મચાડોને આશરે $1.2 મિલિયન (લગભગ ₹10 કરોડ)ના મૂલ્યનો આ નોબેલ શાંતિ પુરસ્કાર ૧૦ ડિસેમ્બરના રોજ ઓસ્લોમાં એનાયત કરવામાં આવશે. આ તારીખ સ્વીડિશ ઉદ્યોગપતિ અને પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ છે, જેમણે ૧૮૯૫ માં પોતાના વસિયતનામામાં આ પુરસ્કારની સ્થાપના કરી હતી.
આ પણ વાંચો: Rishi Sunak નવી ભૂમિકામાં જોવા મળશે, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બનશે ટેક લીડર