ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં મોડેલ તાનિયા આપઘાત કેસમાં વેસુ પોલીસે કરી અભિષેક શર્માની પૂછપરછ

TANYA BHAVANI SUICIDE CASE : સુરતની મોડલ તાનિયા આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મોડલ તાનિયાના આપઘાત કેસમાં ભારત માટે Under - 19 વિશ્વકપમાં રમી ચૂકેલા અને IPL માં સનરાઇસર્સ હૈદરાબાદ માટે રમતા અભિષેક શર્માનું નામ જોડાયું હતું. સુરતની મોડલ...
10:02 AM Feb 21, 2024 IST | Harsh Bhatt
TANYA BHAVANI SUICIDE CASE : સુરતની મોડલ તાનિયા આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મોડલ તાનિયાના આપઘાત કેસમાં ભારત માટે Under - 19 વિશ્વકપમાં રમી ચૂકેલા અને IPL માં સનરાઇસર્સ હૈદરાબાદ માટે રમતા અભિષેક શર્માનું નામ જોડાયું હતું. સુરતની મોડલ...

TANYA BHAVANI SUICIDE CASE : સુરતની મોડલ તાનિયા આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મોડલ તાનિયાના આપઘાત કેસમાં ભારત માટે Under - 19 વિશ્વકપમાં રમી ચૂકેલા અને IPL માં સનરાઇસર્સ હૈદરાબાદ માટે રમતા અભિષેક શર્માનું નામ જોડાયું હતું. સુરતની મોડલ તાનિયા ભવાનીસિંગ મુળ રાજસ્થાનની હતી અને સુરતના વેસુમાં રહીને મોડલિંગના ક્ષેત્રમાં કામ કરી રહી હતી.

28 વર્ષીય તાનિયા ફેશન ડિઝાઇનીંગ અને મોડલિંગ કરતી હતી

તેણે રાત્રે જ પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારે પોતાની દિકરીનો મૃતદેહ જોયો હતો. આપઘાતના સમયે તાનિયા સિંગ કાનમાં હેડફોન હતા તે બાબત પણ સામે આવી હતી. 28 વર્ષીય તાનિયા ફેશન ડિઝાઇનીંગ અને મોડલિંગ કરતી હતી તેના કાનમાંથી ઇયર ફોન પણ મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં તાનિયાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળતાં સુરત પોલીસે તપાસ શરુ કરી હતી. આપઘાત કર્યો તે રાત્રે ઘેર મોડી આવી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું.

તાનિયા આપઘાત કેસમાં વેસુ પોલીસે અભિષેક શર્માની પૂછપરછ કરી

હવે આ કેસમાં નવી અપડેટ સામે આવી રહી છે. તાનિયા આપઘાત કેસમાં વેસુ પોલીસે અભિષેક શર્માની પૂછપરછ કરી છે. તાનિયાએ આપઘાત પહેલા અભિષેક શર્મા સાથે વાતચીત કરતી હતી. પોલીસ દ્વારા તપાસ કરાતા તાનિયાના કોલ ડીટેલમાં અનેક રાઝ ખુલ્યા હતા. ધીરી ધીરે આ કેસમાં ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ છે.

સુરતના લાલભાઇ સ્ટેડીયમમાં થઈ હતી અભિષેક અને તાનિયાની પ્રથમ મુલાકાત 

તાનિયા અને અભિષેકની પ્રથમ મુલાકાત સુરતના લાલભાઇ સ્ટેડીયમમાં રણજી ટ્રોફી સમયે થઈ હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર બને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતા. હવે વેસુ પોલીસ સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -- Bhavnagar : Gujarat First ના અહેવાલની અસર, દિવ્યાંગો પાસે ભિક્ષાવૃત્તિ મામલે તળાજા પોલીસ એક્શનમાં

 

 

 

 

 

Tags :
ABHISHEK SHARMA3CrimeInvestigationIPLRelationshipsuicideSUNRISERS HYDRABADSurat PoliceTANYA BHAVANI SUICIDE CASETANYA SUICIDE CASEVESU POLICE
Next Article