Rajkot : VHP મહામંત્રીનું મોટું નિવેદન, કહ્યું- વિધર્મીઓને 'વંદે માતરમ્' ગાવામાં પણ વાંધો છે તો પછી..!
- VHP રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રાજકોટનાં પ્રવાસે
- નવરાત્રિમાં વિધર્મીઓનાં પ્રવેશ અંગે મિલિન્દ પરાંડેનું નિવેદન
- વિધર્મીઓને વંદે માતરમ્ ગાવામાં પણ વાંધો હોય છે : મિલિન્દ પરાંડે
Rajkot : વિશ્વ હિન્દુ પરિષદનાં (VHP) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિન્દ પરાંડે (Milind Parande) રાજકોટનાં પ્રવાસે છે. દરમિયાન, તેમણે નવરાત્રિમાં વિધર્મીઓનાં પ્રવેશ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વિધર્મીઓને 'વંદે માતરમ્' ગાવામાં પણ વાંધો હોય છે. આથી, તેઓને માતાજીનાં અવસરમાં આવવાની કઈ જરૂર નથી. આ સાથે તેમણે કહ્યું કે, ગરબા આયોજકોને મારી અપીલ છે કે વિધર્મીઓને પ્રવેશ ના આપવો જોઈએ.
આ પણ વાંચો - હવે Kutch માં શાંતિ ડહોળવાનો પ્રયાસ! વિધર્મીઓએ પથ્થર ફેંકી ગણેશજીની મૂર્તિ ખંડિત કરી!
નવરાત્રિમાં વિધર્મીઓનાં પ્રવેશ અંગે મિલિન્દ પરાંડેનું નિવેદન
ગુજરાત સહિત દેશ-વિદેશોમાં નવરાત્રિ (Navratri) પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે. નવરાત્રિ દરમિયાન વિવિધ સ્થળે ગરબા કાર્યક્રમનું ભવ્ય આયોજન પણ કરાતું હોય છે. જો કે, આ ગરબા કાર્યક્રમોમાં વિધર્મીઓ યુવકો દ્વારા પ્રવેશ મેળવી હિન્દુ ધર્મની યુવતીઓ સાથે અડપલાં અને છેડતીની અનેક ઘટનાઓ અગાઉ પ્રકાશમાં આવી ચૂકી છે. આથી, આ મામલે હવે ગરબા આયોજકો દ્વારા મહત્ત્વના કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદનાં (VHP) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિન્દ પરાંડેનું (Milind Parande) મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓ હાલ રાજકોટની (Rajkot) મુલાકાતે છે.
- VHP રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રાજકોટનાં પ્રવાસે
- નવરાત્રિમાં વિધર્મીઓનાં પ્રવેશ અંગે મિલિન્દ પરાંડેનું નિવેદન
- વિધર્મીઓને વંદે માતરમ્ ગાવામાં પણ વાંધો હોય છે : મિલિન્દ પરાંડે
- તેઓને માતાજીના અવસરમાં આવવાની કંઈ જરૂર નથી : મિલિન્દ પરાંડે
- સુરત અને કચ્છમાં ગણેશ પંડાલો પર…— Gujarat First (@GujaratFirst) September 11, 2024
આ પણ વાંચો - Mehsana : ઉમિયાધામમાં CM એ ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, નીતિન પટેલનાં નિવેદનથી સૌ ખળખળાટ હસ્યા
'વિધર્મીઓને 'વંદે માતરમ્' ગાવામાં પણ વાંધો હોય છે'
વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિન્દ પરાંડે એ રાજકોટની મુલાકાત દરમિયાન કહ્યું કે, વિધર્મીઓને 'વંદે માતરમ્' (Vande Mataram) ગાવામાં પણ વાંધો હોય છે. આથી, તેઓને માતાજીનાં અવસરમાં આવવાની કઈ જરૂર નથી. આ સાથે તેમણે કહ્યું કે, ગરબા આયોજકોને મારી અપીલ છે કે વિધર્મીઓને પ્રવેશ ના આપવો જોઈએ. આ સાથે તેમણે સુરત (Surat) અને કચ્છમાં (Kutch) વિધર્મીઓ દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારોની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વધતી જતી જેહાદી પ્રવૃત્તિને કઠોરતાથી કચડવી જોઈએ. સભ્ય સમાજમાં આ પ્રકારની હિંસા કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. આવા લોકોની પાછી આવી હિંમત ન થાય તેવી સજા કરવી જોઈએ. તેમણે સરકારને અપીલ કરતા કહ્યું કે, રાજ્ય સરકારે આ જ રીતનો વ્યવહાર કર્યો છે એ સારી વાત છે, પરંતુ તમામ જગ્યાએ આ રીતે જ થવું જોઈએ.
આ પણ વાંચો - VADODARA : ભાજપનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા વાયરલ