VHPનું ફરમાન: નવરાત્રીમાં એન્ટ્રી માટે 'તિલક અને આધાર કાર્ડ' જરૂરી!
- નવરાત્રી પર્વને લઇને VHP એ આપ્યા સૂચન
- બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી
- VHPના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે આ અંગે આપ્યું નિવેદન
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નવરાત્રિના પાવન અવસરે યોજાતા ગરબા નૃત્ય કાર્યક્રમોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે.વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, "ગરબા માત્ર નૃત્યનો કાર્યક્રમ નથી, પણ મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતી ભક્તિભાવપૂર્ણ ઉપાસનાનો એક સ્વરૂપ છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, ગરબા હિન્દુ ધાર્મિક પરંપરાનો ભાગ છે અને તેનો આદર રાખવો જરૂરી છે.
નવરાત્રી પર્વને લઇને VHP એ આપ્યા સૂચન
નોંધનીય છે કે મુસ્લિમો મૂર્તિ પૂજામાં માનતા નથી. તેથી ફક્ત આ માન્યતા ધરાવનારાઓને નવરાત્રિ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ.એક દિવસ પહેલા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં યોજાઈ રહેલા ગરબા કાર્યક્રમના આયોજકોએ પણ બિન-હિન્દુઓ પર સમાન પ્રતિબંધની જાહેરાત કરી હતી. નાયરે જણાવ્યું હતું કે નાગપુરમાં તેમના કેન્દ્રીય કાર્યાલયે ગરબા આયોજકોને એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં તેમને પ્રવેશદ્વાર પર બધા મુલાકાતીઓના આધાર કાર્ડ તપાસવા અને તેમના કપાળ પર તિલક લગાવવા કહેવામાં આવ્યું છે.આયોજકોને એ પણ ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે કે સહભાગીઓ દેવીની પૂજા કરે. આ વખતે, VHP અને બજરંગ દળના કાર્યકરો આ કાર્યક્રમો પર નજર રાખશે. જેઓ દેવીમાં માનતા નથી તેઓએ ભાગ લેવાનું ટાળવું જોઈએ.
VHP ના ફરમાનથી કોંગ્રેસે કહી આ વાત
VHPના નિર્દેશથી કોંગ્રેસ ગુસ્સે ભરાઇ હતી . રાજ્ય કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને ભૂતપૂર્વ મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યું કે VHP સમાજમાં હિંસા ભડકાવવા માંગે છે. તે ધર્મના નામે સમાજને વિભાજીત કરવા અને રાજકીય લાભ મેળવવા માંગે છે. VHP એ જે કહ્યું છે તે કંઈ નવું નથી. તેની રચના દેશને અસ્થિર કરવાના એકમાત્ર હેતુથી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે VHP જેવા સંગઠનોનું આવું વલણ ભારતની વિવિધતામાં એકતાના પાયાને હચમચાવે છે. તેમણે કહ્યું કે આ સરકારના વલણને પણ પ્રતિબિંબિત કરે છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ VHPના નિર્દેશને સમર્થન આપતા કહ્યું કે જો આયોજન સમિતિ પોલીસની પરવાનગીથી પોતાનો કાર્યક્રમ યોજી રહી છે, તો તેને પ્રવેશ નિયમો નક્કી કરવાનો અધિકાર છે. ભાજપના રાજ્ય પ્રવક્તા નવનાથ બાને પણ કહ્યું કે અન્ય ધર્મોના લોકોએ હિન્દુઓના ગરબા કરવા અને દેવીની પૂજા કરવામાં દખલ ન કરવી જોઈએ. અમે દેવીની પૂજા કરીએ છીએ. તે આપણી માતા જેવી છે.
આ પણ વાંચો : H1B વિઝા ફી વધારા પર ભારત સરકારે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું.....