ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ AIIMS માં દાખલ, છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ, ડોક્ટરોએ આપ્યા સ્વાસ્થ્ય અપડેટ
દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં CCUમાં સારવાર હાલમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત સ્થિરઃ સૂત્ર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73 વર્ષ) ને રવિવારે સવારે AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું...
11:17 AM Mar 09, 2025 IST
|
SANJAY
- દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ
- ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં CCUમાં સારવાર
- હાલમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડની તબિયત સ્થિરઃ સૂત્ર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73 વર્ષ) ને રવિવારે સવારે AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને રાત્રે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે
ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ધનખડને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU) માં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની હાલત સ્થિર છે અને તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ ધનખરને એઇમ્સમાં દાખલ કર્યા પછી તરત જ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને એઇમ્સ પહોંચ્યા છે.
Next Article