VIDEO: દૂધમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો,કરતૂત CCTVમાં કેદ
- લખનૌમાં દૂધમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો
- દૂધવાળો દૂધમાં થૂંકતો અને લોકોને આપતો
- કરતૂત એક ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ
Uttar Pradesh: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દૂધમાં(milkman) થૂંકવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવાય છે કે દૂધવાળો દૂધમાં થૂંકતો અને લોકોને આપતો હતો. તેની કરતૂત એક ઘરમાં લગાવેલા સીસીટીવીમાં (Viral Video)કેદ થઇ હતી.
દૂધવાળો દૂધમાં થૂંકતો હતો અને લોકોને આપતો હતો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં દૂધમાં થૂંકવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવાય છે કે દૂધવાળો દૂધમાં થૂંકતો હતો અને લોકોને આપતો હતો. તેની આ કરતૂત એક ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ છે. આ કેસમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ મીડિયાને કહ્યું કે અમે વીડિયો જોયો છે અને આ વીડિયોના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
लखनऊ
राजधानी में थूक जिहाद का मामला आया सामने
दूध देने वाला दूधिया दूध में थूक कर देता था दूध
घटना सीसीटीवी में कैद न होती तो कोई विश्वास न करता
पप्पू नामक व्यक्ति दूध में थूककर देता था दूध
हिंदू महासभा गोमती नगर थाने में दर्ज कराएगी मुकदमा। @Uppolice pic.twitter.com/AE92K7KSum
— Hemnarayan Dwivedi (@hemnarayan30190) July 5, 2025
આ પણ વાંચો -Viral Video : ડેટ્રોઈટમાં અનોખા અંતિમ સંસ્કાર કરાયા, 4 લાખ રુપિયાનો વરસાદ કર્યો
દૂધમાં થૂંકતો સીસીટીવી કેમેરામાં કેદ થયો
મળતી માહિતી મુજબ પપ્પુ નામનો વ્યક્તિ પોતાનું નામ બદલીને અને પોતાની ઓળખ છુપાવીને દૂધ પહોંચાડવાનું કામ કરી રહ્યો હતો. તેના પર દૂધમાં થૂંકવાનો અને પછી તે જ દૂધ લોકોને આપવાનો આરોપ છે. આ સમગ્ર મામલા અંગે હિન્દુ મહાસભાએ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા માટે ફરિયાદ આપી છે. આરોપી દૂધમાં થૂંકતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
આ પણ વાંચો -Viral Photos : દુનિયાની સૌથી ખતરનાક પરિસ્થિતિમાં સૌથી પ્રેમાળ ક્ષણના ફોટોઝ થયા વાયરલ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સીસીટીવી ફૂટેજ જોયા બાદ પરિવારના સભ્યો ગભરાઈ ગયા છે. દૂધમાં થૂંકવાનો આરોપ લગાવનાર યુવકનું નામ મોહમ્મદ શરીફ છે. જોકે તે લોકોને પોતાનું નામ પપ્પુ કહેતો હતો. વીડિયોમાં આરોપી ઘરની બહાર દૂધના ડબ્બા સાથે ઉભો રહેલો જોઈ શકાય છે. દૂધ આપતા પહેલા તેણે ડબ્બાનું ઢાંકણ ખોલીને તેમાં થૂંક્યું. ત્યારબાદ તેણે ઢાંકણથી ડબ્બાને ફરીથી બંધ કરી દીધું અને દૂધ સંબંધિત પરિવારને આપ્યું. આ સમગ્ર મામલે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો થૂંક જેહાદનો છે.