VIDEO: વ્હાઈટ હાઉસમાં મેલોનીએ કર્યું 'નમસ્તે', જોતી રહી ગઈ દુનિયા
whitehouse : વ્હાઇટ હાઉસ(whitehouse)માં આયોજિત એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠક પહેલાં એક રસપ્રદ ઘટના જોવા મળી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની(giorgia meloni)એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક સહાયકનું સ્વાગત 'નમસ્તે' કહીને કર્યું. આ ક્ષણ ભલે થોડીક જ સેકન્ડની હતી, પરંતુ ત્યાં હાજર લોકો માટે આ અણધારી અને આકર્ષક હતી. જ્યાં અન્ય નેતાઓ પરંપરાગત રીતે હાથ મિલાવીને ઔપચારિક અભિવાદન કરી રહ્યા હતા, ત્યાં મેલોનીનું 'નમસ્તે' કહેવું બધા માટે આશ્ચર્યજનક હતું.
મેલોનીના 'નમસ્તે'એ જીત્યા દિલ (whitehouse)
ઇટાલીના પીએમનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ અમેરિકન પ્રમુખના પત્ની મેલાનિયાને મળી રહ્યા છે. આમાં, તેઓ હાથ મિલાવ્યા પછી મેલાનિયાને નમસ્તે કહેતા જોવા મળે છે. નમસ્તે એ હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય પરંપરા છે અને મેલોની ઘણા મોટા પ્રસંગોમાં નમસ્તે કરતા જોવા મળે છે. ઇટાલીમાં G-7 સમિટ દરમિયાન, તેમણે નમસ્તે કહીને નેતાઓનું સ્વાગત પણ કર્યું.
આ પણ વાંચો - Trump-Zelensky : યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને અમેરિકાને 'કિંમત' ચૂકવવી પડશે!
સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયો
જ્યોર્જિયા મેલોનીનું ભારતીય સ્ટાઈલમાં 'નમસ્તે' કહેવું તેમની નમ્રતા અને વૈશ્વિક સંસ્કૃતિ પ્રત્યેના સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેને સન્માનજનક અને વૈકલ્પિક અભિવાદનનું ઉદાહરણ જણાવી રહ્યા છે.અગાઉ એક વીડિયોમાં, તેઓ પીએમ મોદીને પણ નમસ્તે કરતા જોવા મળ્યા હતા. જેને વૈશ્વિક સંસ્કૃતિ પ્રત્યેના તેમના આદર તરીકે જોવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર, લોકો તેને પીએમ મોદી અને મેલોની વચ્ચેની મિત્રતા સાથે જોડી રહ્યા છે, જે ઘણીવાર સમાચારમાં રહે છે.
આ પણ વાંચો -Trump-Zelensky Meeting: યુક્રેન શાંતિ માટે તૈયાર , વ્હાઈટ હાઉસમાં ઝેલેન્સ્કીનું મોટું નિવેદન
મેલોનીને બેઠકમાં કેમ અપાયું આમંત્રણ?
ઇટાલી યુરોપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. મેલોની ઇટાલીના વડાંપ્રધાન છે અને રશિયા-યુક્રેન યુદ્ધમાં સીધા સામેલ છે. ઇટાલીએ અત્યાર સુધીમાં યુક્રેન માટે $1 બિલિયનના શસ્ત્રો ખરીદ્યા છે. ઇટાલી નાટો સભ્ય પણ છે. આ જ કારણ છે કે જ્યારે ટ્રમ્પે યુરોપિયન નેતાઓની બેઠક બોલાવી ત્યારે મેલોનીને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.ઇટાલી એકમાત્ર યુરોપિયન દેશ છે, જેણે ટ્રમ્પની શાંતિ યોજનાને સીધી રીતે સ્વીકારી છે. મેલોનીએ કહ્યું કે, યુદ્ધ ફક્ત નુકસાન પહોંચાડી રહ્યું છે. યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થવું જોઈએ.