Video: અમદાવાદમાં ગુલાબજામુન બાદ હવે ઠંડા પીણામાં જોવા મળી જીવાત, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ
- ગુલાબ જામુન બાદ હવે સ્લાઈસમાં જોવા મળી જીવાત
- ગ્રાહકે સ્લાઈસ ખરીદતા જીવાત જોવા મળી
- કોર્પોરેશન હેલ્થ વિભાગના શહેરમાં દરોડા પાડ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ ફરી કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગૃત થઈ શહેરમાં દરોડો પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગત રોજ ગુલાબ જામુનમાં જીવાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયલ થયો હતો. જે બાદ આજે નારણપુરામાં આવેલ એક પાન પાર્લરમાંથી ગ્રાહકે સ્લાઈસ ખરીદતા જીવાત જોવા મળી હતી. પાન પાર્લરના માલિકે કેશવનગર પાસે આવેલ યશ કોર્પોરેશન નામના ડિસ્ટ્રીબ્યુરને જાણ કરતા તેના દ્વારા ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, હેલ્પલાઈન ઉપર કોલ કરો. આ અમારી જવાબદારી નથી. આવી રીતે જો ડિસ્ટ્રીબ્યુટર જો જવાબદારી વગર પીણું વહેંચતા રહેશે તો ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તો જવાબદાર કોણ?
હવે ઠંડા પીણા પીતાં પહેલા પણ ચેતજો
નારણપુરામાં ગ્રાહકે સ્લાઇસ ખરીદતા જીવાત જોવા મળી
દુકાન માલિકે ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરતા ઉડાઉ જવાબ આપ્યો
"હેલ્પલાઇન ઉપર કોલ કરો આ અમારી જવાબદારી નથી"
ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તો જવાબદાર કોણ?#Gujarat #Ahmedabad #Slice #ColdDrink #Insect… pic.twitter.com/M98jyseDsd— Gujarat First (@GujaratFirst) June 7, 2025
હેલ્થ વિભાગ દ્વારા અખાદ્ય ચટણી ઝડપી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ફરી દરોડા પાડવામાં આવ્યા છે. હેલ્થ વિભાગ દ્વારા 145 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ 4200 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. બાપુનગરમાં છેલ્લા કેટલાય સમયથી અખાદ્ય ચટણી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. જેની માહિતી કોર્પોરેશનના હેલ્થ વિભાગને મળતા હેલ્થ વિભાગ દ્વારા દરોડો પાડી અખાદ્ય ચટણીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અખાદ્ય ખોરાક સામે કોર્પોરેશન દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Surat : સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતા સાવધાન! યુવકને યુવતીએ મળવા બોલાવી લૂંટી લીધો
ગુલાબ જાબુમાં જીવાત તરતી દેખાઈ
ગત રોજ અમદાવાદના સીજી રોડના પીઝા સેન્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગુલાબ જાબુમાં જીવાત તરતી દેખાઈ હતી. જાગૃત ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો હતો. ઓક્ટિયા પીઝા સેન્ટરને આ બાબતે પૂછતા તેઓ દ્વારા જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચોઃ Surat : માંડવીમાં મહિલાને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાતા આરોપી ફરાર