સંપત્તિની લાલચમાં સુરતમાં સાસુ-વહુની લડાઈનો Video વાયરલ
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સગુન સોસાયટીમાં પારિવારિક ઝઘડાને કારણે વહુ અને સાસુ વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે, લાંબા સમયથી ચાલતી તકરાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વહુએ સાસુ સાથે છૂટાહાથની મારામારી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પુત્રવધૂ તેની સાસુને બેરહેમીથી મારતી જોવા મળી રહી છે. જ્યારે વહુ સાસુને મારતી હતી, તે સમયે સાસુનો દિકરો અને માર મારનાર વહુનો પતિ, જ્ઞાનેશ્વર પાટીલ વીડિયો બનાવી રહ્યો હતો.
મહત્વનું છે કે, સંપત્તિને લઇ પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો છે અને જે ડખામાં વહુ અને સાસુ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો હોવાનું કહેવાય છે. આ મામલે સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ અનુસંધાને પતિએ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે હકીકત જણાવેલ છે. 10 દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પોલીસ કાર્યવાહીના નામે મીંડુ સાબિત થઈ છે. ત્રણ વર્ષ અગાઉ મહિલાએ સંપત્તિની લાલચે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલ હતી. જેમાં ફરિયાદ પાછી લેવા સંપત્તિ પોતાના નામે કરવાની માંગણી કરી હતી. ત્યારે સસરાના નામે રહેલી લિંબાયતની સંપત્તિ વહુના નામે કરી દીધી હતી. ત્યારબાદ વહુએ સમાધાન કરવાનું ના પાડી હતી.
સાસ-વહુના વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઘરના હોલમાં વહુ સાસુને વાળ ખેંચીને ઢોર માર મારી રહી છે. તે દરમિયાન વહુ દ્વારા એવી રીતે માર મારવામાં આવ્યો કે સાસુ સામે પ્રતિકાર કરી શકતી નથી. ફરીથી બન્ને વચ્ચે ઝગડો કરવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ઘરમાં સાસુ-વહુનો ઝઘડો થતો હોય છે. આપણી આસપાસ અથવા આપણા જ પરિવારમાં અમુક સમયે સાસુ વહુ વચ્ચે ખેંચતાણ થતી હોય છે. આમ પણ સાસુ વહુના સંબંધમાં ઝઘડો થવો એ સામાન્ય વાત છે. પરંતુ આ નાની નાની ખેંચતાણ અથવા નાનો નાનો ઝઘડો ક્યારેક રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. જેને લઈને ઝઘડોનું પ્રમાણ વધી જાય છે.
આ પણ વાંચો : અમદાવાદના જમાલપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ ઘટના સ્થળે હાજર