ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : વધુ એક લંપટ સ્વામીની 'પાપલીલા' નો વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં રોષ!

બાળસભાનાં નામે વિદ્યાર્થીને બોલાવી સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનાં વાઇરલ વીડિયો સામે હરિભક્તોમાં ભારે રોષ છે.
09:49 PM Mar 10, 2025 IST | Vipul Sen
બાળસભાનાં નામે વિદ્યાર્થીને બોલાવી સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનાં વાઇરલ વીડિયો સામે હરિભક્તોમાં ભારે રોષ છે.
Surendranagar_Gujarat_first
  1. ભગવા રંગને અભડાવતા વધુ એક સ્વામીની કરતૂત (Surendranagar)
  2. બાળસભાનાં નામે બાળકને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવ્યું
  3. કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં તાબા હેઠળનાં ધ્રાંગધ્રા મંદિરની ઘટના હોવાની ચર્ચા
  4. બાળસભા બાદ બાળકો પાસે કૂકર્મ કરાવતા સ્વામીનો વીડિયો વાઇરલ
  5. વાઇરલ વીડિયોમાં નારાયણ ચરણ સ્વામી હોવાનો દાવો કરાયો

Surendranagar : સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) વધુ એક સ્વામીની 'પાપલીલા' નાં વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાઇરલ વીડિયોમાં ભગવા રંગને અભડાવતા વધુ એક સ્વામીની શર્મનાક કરતૂત સામે આવી છે. બાળસભાનાં નામે વિદ્યાર્થીને બોલાવી સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનાં વાઇરલ વીડિયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં (Kalupur Swaminarayan Temple) તાબા હેઠળનાં સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા મંદિરની આ ઘટના હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો - Gondal : પોલીસનો મોટો ખુલાસો! પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV ફૂટેજ કર્યા જાહેર

બાળસભાના નામે વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવ્યું!

સ્વામિનારાયણ સંપ્રદાયને લજાવે એવા વધુ એક કલંકિત સ્વામીના વીડિયો વાઇરલ થયા છે. આ વાઇરલ વીડિયો કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં તાબા હેઠળનાં સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) ધ્રાંગધ્રા મંદિરનાં સ્વામી નારાયણ ચરણનાં (Swami Narayan Charan) હોવાનો દાવો છે. આ વાઇરલ વીડિયોમાં સ્વામી સગીર યુવક પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાનું નજરે પડે છે. આરોપ છે કે નારાયણ ચરણ સ્વામી બાળસભાનાં નામે વિદ્યાર્થીને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવે છે. બાળસભા બાદ વિદ્યાર્થી પાસે કૂકર્મ કરાવતા સ્વામીનો વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વાઇરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો - Gandhinagar : ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને લજવતા એવા એક બાદ એક લંપટ સ્વામીઓની પાપલીલાનાં વીડિયો સામે આવતા હરિભક્તો રોષે ભરાયા છે. સાથે સવાલ પણ ઊભા થઈ રહ્યા છે કે...

> ક્યાં સુધી આવા નરાધમ સ્વામી સંપ્રદાયને બદનામ કરતા રહેશે ?
> વારંવાર આ હવશખોર સ્વામીઓ કેમ ભૂલકાઓને બનાવે છે નિશાન?
> શું આવા સ્વામીઓ સામે કોઈ નક્કર અને કડક કાર્યવાહી થશે?
> કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયનાં આચાર્યો કેમ મૌન છે ?

આ પણ વાંચો - Dahod : ધો. 10 ની પરીક્ષા આપતો હતો વિદ્યાર્થી, અચાનક છાતીમાં ઉપડ્યો દુ:ખાવો અને..!

Tags :
Dhrangadhra TempleGUJARAT FIRST NEWSKalupur Swaminarayan TempleSurendranagarSwami Viral VideoSwaminarayan Bal SabhaSwaminarayan sectTop Gujarati News
Next Article