Video : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થોડા માટે બચી ગયા, લેન્ડિંગ વખતે હેલીપેડમાં ઘુસી ગયા હેલિકોપ્ટરના ટાયર
- Video : રાષ્ટ્રપતિ મુર્મુનો બચાવ, કેરળમાં હેલીપેડ તૂટ્યો, વીડિયો વાયરલ
- સબરીમાલા પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશથી બચ્યા દ્રૌપદી મુર્મુ : કોંક્રીટમાં ફસાયું ચોપર
- કેરળમાં સુરક્ષા લેપ્સ : રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરને હાથથી ધક્કો આપીને બહાર કાઢ્યું
- વીડિયો : નવા હેલીપેડમાં ડૂબ્યું રાષ્ટ્રપતિ મુર્મુનું હેલિકોપ્ટર, પંબા માટે રોડ વે
- દ્રૌપદી મુર્મુની કેરળ યાત્રા : હવામાનને કારણે બદલાયેલી લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાઈ
રાષ્ટ્રપતિ મુર્મુનો બચાવનો વાયરલ થયો Video : સબરીમાલાના પ્રવાસ પર પહોંચેલી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ચોપર અચાનક હેલિપેડની અંદર સુધી ઘુસી ગયા હતા. હેલિપેડ ઉપર રહેલા ક્રોકિટમાં હેલિકોપ્ટરનું એક ટાયર ઘૂસી ગયું હતુ. જેથી ચોપાર એક તરફ નમી પડ્યું હતું. જોકે, પોલીસ કર્મચારીઓ અને અગ્નિશામન દળના કર્મચારીઓએ તેને પાછળથી પકડી લીધું હતું. તે પછી હાથથી ધક્કો આપીને હેલિકોપ્ટરને પડેલા ખાડામાંથી બહાર કાઢ્યું હતું. આનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
આ ઘટના આજે સવારે કેરળના પ્રમાદમમાં આવેલા રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં જોવા મળી હતી. જોકે, આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના નથી થઈ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બચી ગયા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા પછી તેઓ રસ્તાના માર્ગે પંબા માટે રવાના થઈ ગયા છે.
હેલિકોપ્ટરના પૈડા કેવી રીતે ફસાયા?
ઘટનાની માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, "પહેલાં રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરની લેન્ડિંગ પંબા પાસે નીલાક્કલમાં થવાની હતી. પરંતુ, હવામાન ખરાબ હોવાને કારણે સ્ટેડિયમમાં લેન્ડિંગની યોજના બનાવવામાં આવી હતી." જે હેલિપેડ કામચલાઉ રીતે કામ લેવા માટે બનાવવામાં આવ્યું હોવાથી તેનો ઉપયોગ ક્યારેય કરવામાં આવ્યો નહતો. તેવામાં હેલિકોપ્ટરના વજનથી હેલિપેડમાં ખાડો પડી ગયો હતો અને ટાયર તેમાં ફસાઈ ગયું હતું. સ્થળ પર હાજર કર્મચારીઓએ હેલિકોપ્ટરને હાથથી ધક્કો મારીને પડેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ઘટના 22 ઓક્ટોબર 2025ના રોજ બની જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ કેરળના ચાર દિવસના સત્તાવાર પ્રવાસ પર હતી. તેઓ સબરીમાલા અય્યપ્પા મંદિરમાં પૂજા-અર્ચના કરવા જઈ રહ્યા હતા. હેલીપેડ તાજેતરમાં તૈયાર કરાયેલું હતું અને કોંક્રીટ સંપૂર્ણપણે સેટ થયો ન હતો, જેના કારણે લેન્ડિંગ પછી તેમાં સંતુલન બગડી ગયું હતુ. પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ તરત જ હેલિકોપ્ટરને ધક્કો આપીને સુરક્ષિત કર્યું. રાષ્ટ્રપતિ કે કોઈ ક્રુ મેમ્બરને ઈજા નથી થઈ. તેઓ પંબા પહોંચીને પોતાની યાત્રા ચાલું રાખી હતી.
આ પણ વાંચો- Birthday special : અમિત શાહ કેવી રીતે બન્યા રાજકારણની દુનિયાના ચાણક્ય? સંઘર્ષથી ભરેલી છે રાજકીય યાત્રા