Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Hospital Scam : દર્દીઓની ગોપનિયતાનું હનન, રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો!

હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા છે.
gujarat hospital scam   દર્દીઓની ગોપનિયતાનું હનન  રાક્ષસી કૃત્ય અંગે જાણીને ચોંકી જશો
Advertisement
  1. દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના (Gujarat Hospital Scam)
  2. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની ક્ષણોનાં CCTV વાઇરલ
  3. દર્દીઓની પ્રાઈવસીનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા
  4. વિકૃત્ત માનસિકતા ધરાવતા શખ્સનાં રાક્ષસી કૃત્ય સામે લોકોમાં રોષ

Gujarat Hospital Scam : હોસ્પિટલમાં લોકો સારવાર લેવા માટે જતા હોય છે. હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફ પર કોઈ પણ શંકા-આશંકા રાખ્યા વગર દર્દીઓ અને દર્દીનાં પરિવારજનો સંપૂર્ણ વિશ્વાસ દાખવે છે કે હોસ્પિટલમાં તેમને યોગ્ય સારવાર મળશે અને તેઓ જલદી સ્વસ્થ્ય થઈ જશે. પરંતુ, હોસ્પિટલોમાં દર્દીઓ સાથે થતાં એક પછી એક મોટા કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક એવી ઘટના સામે આવી છે જે ખૂબ જ ચિંતાજનક અને દર્દીઓની ગોપનિયતાનું હનન કરતા જઘન્ય અપરાધ સમાન છે.

Advertisement

સગર્ભા મહિલાઓનાં ચેકઅપની ક્ષણોનાં CCTV વાઇરલ

માહિતી અનુસાર, હોસ્પિટલમાં દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના (Gujarat Hospital Scam) સામે આવી છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા છે. વિકૃત્ત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા આ રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યુ છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવામાં આવી રહી છે. યુટ્યૂબમાં (YouTube) આ પ્રકારનાં અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે સોશિયલ મીડિયા પર અપલોડ થયેલ આ વીડિયો ગુજરાતની કોઈ હોસ્પિટલનાં છે.

Advertisement

આ પણ વાંચો - Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપી મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Advertisement

જઘન્ય અપરાધ અંગે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માગ

આ વાઇરલ વીડિયોમાં (Viral Video) ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે. આથી, વીડિયો ગુજરાતનાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે, હજી સુધી આ વાઇરલ વીડિયોની સંપૂર્ણ હકીકત સામે આવી નથી. પરંતુ, આ પ્રકારનો વીડિયો સામે આવતા હોસ્પિટલમાં દર્દીઓની ગોપનિયતા સામે અનેક ગંભીર સવાલ ઊભા થયા છે. આ જઘન્ય અપરાધ અંગે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. સાથે જ સોશિયલ મીડિયા પર આ પ્રકારનાં વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વીડિયોઝની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Gujarat: જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે કઈ જન્મ તારીખ રહેશ માન્ય?

ટેલિગ્રામ પર વિવિધ ગ્રૂપમાં હજારો વીડિયો ઉપલબ્ધ હોવાનો દાવો

દરમિયાન, એવો દાવો પણ સામે આવ્યો છે કે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ (Telegram) પર અનેક ગ્રૂપમાં આ પ્રકારનાં હજારો વીડિયો ઉપલબ્ધ છે. હોસ્પિટલનાં વિભાગ પ્રમાણે વીડિયોનાં ફોલ્ડર તૈયાર કરાયા છે. બ્રેસ્ટ એક્ઝામ ચેકઅપ, બાળકનાં જન્મનથી લઈને સિટી સ્કેન ચેકઅપ સુધીનાં વીડિયો ઉપલબ્ધ છે. કુલ 15 ગ્રૂપમાં 5 હજારથી વધુ વીડિયો હોવાનો દાવો કરાયો છે, જેમાં બાળક જન્મનાં 50, એક્સ-રે નાં 250 થી વધુ, ઈન્જેક્શનનાં 250 થી વધુ અને ગાયનેક તપાસનાં 2500 થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. અલગ-અલગ ફોલ્ડર પ્રમાણે વીડિયો અપલોડ કરાય છે.

સવાલ તો પૂછાશે જ !

> હોસ્પિટલ સહિતનાં જાહેર સ્થળો પર નારીની સુરક્ષાનું ?
> મહિલા દર્દીનું ચેકઅપ થતું હોય ત્યાં પણ આવી હેવાનિયત ?
> નારીની આબરું લેનારા હેવાનો આવો વેપલો ક્યારથી ચલાવે છે ?
> શું ઈન્ટરનેટ પર નજર રાખનારા સાઇબર ક્રાઈમને આ ધ્યાને ન આવ્યું?
> શું સાઇબર ક્રાઈમ આ પ્રકારની પ્રવૃતિ પર રોક લગાવી શકશે ?
> આવા વીડિયો વેચવાનું કૌભાંડ કરનારાઓ ક્યારે પકડાશે ?

આ પણ વાંચો - VADODARA : રેપર બાદશાહના કાર્યક્રમનો વીડિયો વાયરલ, કહ્યું "Free Samay Raina"

Tags :
Advertisement

.

×