ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RCB ના પૂર્વ માલિક વિજય માલ્યાને આવી ટીમની યાદ, ટ્વીટ કરી કહ્યું એવું કે ફેન્સ પણ થઇ ગયા ખુશ

Former owner of RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમ જેને લઇને સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ મજાક બનતો રહ્યો છે, તેણે આ સીઝનની અંતિમ મેચોમાં જબરદસ્ત કમ બેક કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. RCB ફેન્સ એકવાર તેમની...
02:40 PM May 22, 2024 IST | Hardik Shah
Former owner of RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમ જેને લઇને સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ મજાક બનતો રહ્યો છે, તેણે આ સીઝનની અંતિમ મેચોમાં જબરદસ્ત કમ બેક કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. RCB ફેન્સ એકવાર તેમની...
Former owner of RCB

Former owner of RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમ જેને લઇને સોશિયલ મીડિયા (Social Media) માં ખૂબ મજાક બનતો રહ્યો છે, તેણે આ સીઝનની અંતિમ મેચોમાં જબરદસ્ત કમ બેક કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. RCB ફેન્સ એકવાર તેમની મનપસંદ ટીમને IPL ની ટ્રોફી (Trophy) જીતતા જોવા માંગે છે, જે આ વર્ષે શક્ય પણ લાગી રહ્યું છે. તે માત્ર RCB ના ફેન્સને જ નહીં પણ ટીમના પૂર્વ માલિક વિજય માલ્યા (Vijay Mallya) ને પણ લાગે છે. જીહા, વિજય માલ્યાએ મેચ પહેલા RCB ને લઇને ટ્વીટ કર્યું છે જેમા તેણે ટીમ પાસે આ વર્ષે ટ્રોફી જીતવાની સુવર્ણ તક હોવાનો ઉલ્લેખ કર્યો છે.

RCB ટીમ પર માલ્યાનો પ્રેમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની એલિમિનેટર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્લેઓફમાં પ્રવેશ મેળવી લીધો છે અને તે આજે રાજસ્થાન રોયલ્સની સામે રમવા માટે પૂરી રીતે તૈયાર જોવા મળી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જે પણ ટીમ હારશે, તેની IPL 2024ની સફર અહીં જ સમાપ્ત થઇ જશે. IPL 2024 લીગ રાઉન્ડના પ્રથમ તબક્કામાં જ્યારે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી, ત્યારે RCB પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતું, પરંતુ બીજા તબક્કામાં RCBએ સતત 6 મેચ જીતી જોરદાર વાપસી કરી અને પ્લેઓફની ટિકિટ મેળવી લીધી. હવે RCBના પૂર્વ કો-ઓનર વિજય માલ્યાએ એલિમિનેટર મેચ પહેલા એક પોસ્ટ શેર કરી છે, જેના માટે તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વિજય માલ્યાને લાગે છે કે RCB માટે IPL ટ્રોફી જીતવાની આ શ્રેષ્ઠ તક છે. માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'જ્યારે હું RCB ફ્રેન્ચાઈઝી પર શરત લગાવું છું, ત્યારે હું વિરાટ કોહલી પર શરત લગાવું છું. મારા અંતરાત્માએ મને કહ્યું છે કે હું આનાથી સારી પસંદગી કરી શક્યો નહીં. મારો અંતરાત્મા મને કહી રહ્યો છે કે RCB માટે IPL ટ્રોફી જીતવાની આ શ્રેષ્ઠ તક છે. દરેક પરિસ્થિતિમાં સાથે, શુભેચ્છા. માલ્યાના ટ્વીટ બાદ ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક શખ્સે લખ્યું કે, આભાર માલ્યા અંકલ. આ ટ્વીટને લઇને તમને હંમેશા યાદ કરવામાં આવશે.

લીગ ગ્રુપની અંતિમ મેચોમાં કોનું કેવું પ્રદર્શન ?

એક તરફ લીગ ગ્રુપની છેલ્લી મેચોમાં રાજસ્થાનના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો બીજી તરફ બેંગલુરુએ તેની છેલ્લી મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ એક નોકઆઉટ મેચ હશે, જ્યાં ટ્રેન્ટ બોલ્ટનું પ્રદર્શન ઉંચુ જાય છે, જે વિરોધી ટીમના બેટ્સમેન માટે મુશ્કેલીઓ વધારી શકે છે. બીજી તરફ આજની મેચમાં કોહલી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે તેવી સંભાવનાઓ છે. આ સિઝનની શરૂઆતમાં વિરાટ કોહલીનો પાવરપ્લે સ્ટ્રાઈક રેટ રડાર પર હતો. જ્યારે પ્રથમ 6 મેચમાં તેણે 131ના સ્ટ્રાઈક રેટથી 95 બોલમાં 124 રન બનાવ્યા હતા, જ્યારે છેલ્લી 8 મેચમાં તેણે 187ના સ્ટ્રાઈક રેટથી 117 બોલમાં 219 રન બનાવ્યા હતા. શરૂઆતમાં, તેનો સ્ટ્રાઈક રેટ પણ ટીમની હારનું કારણ બન્યું, ભલે તે મોટો સ્કોર બનાવ્યો હોય. તે છેલ્લી 8 મેચોમાં તમામ પ્રકારની બોલિંગ પર આક્રમક રહ્યો છે, જેમાં ડાબા હાથની સ્પિનનો પણ સમાવેશ થાય છે, જેની સાથે તેણે અગાઉ સંઘર્ષ કર્યો હતો. આ સિઝનમાં તેનો કુલ પાવરપ્લે સ્ટ્રાઇક રેટ 162 છે જે અગાઉની સિઝન કરતાં સૌથી વધુ છે.

RCB vs RR હેડ ટુ હેડ રેકોર્ડ્સ

IPLમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RR vs RCB) વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે, જેમાં RCBએ 15 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સ 13 મેચ જીતવામાં સફળ રહી છે. જ્યારે 3 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. જો જોવામાં આવે તો અત્યાર સુધી બેંગલુરુ રાજસ્થાન પર પ્રભુત્વ ધરાવે છે.

બંને ટીમોના ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન), આબિદ મુશ્તાક, અવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કૃણાલ સિંહ રાઠોડ, નાન્દ્રે બર્જર, નવદીપ સૈની, રવિચંદ્રન અશ્વિન, રેયાન પરાગ, સંદીપ શર્મા, શિમરોન હેટમિયર, શબ દુબે, રોવમેન પોવેલ, ટોમ કોહલર-કેડમોર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને તનુષ કોટિયન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર, દીપક, વિજયકુમાર, દીપિકા. મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ.

આ પણ વાંચો - T20 World Cup શરૂ થયા પહેલા USA એ આ મોટી ટીમને હરાવીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો - IPL 2024, RCB vs RR Eliminator Match : કરોડો દિલોને લાગશે ઝટકો! શું RCB આજે મેચ રમ્યા વિના જ થઇ જશે બહાર?

Tags :
AhmedabadAhmedabad Narendra Modi StadiumCricket NewsHardik ShahIPL 2024 EliminatorNarendra Modi StadiumNarendra Modi Stadium AhmedabadRCB vs Rajasthan RoyalsRCB vs RRRoyal Challengers Bangalore vs Rajasthan RoyalsRR vs RCBVijay MallyaVijay Mallya RCBVirat Kohli
Next Article