ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Land Dispute : ફિલ્મી સ્ટાઇલમાં બિલ્ડર પર થયેલા હુમલામાં પોલીસની સંડોવણી, મહિલા PSI સહિત 4ની બદલી

વાત છે, બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં જમીન વિવાદને (Land Dispute) લઈને થયેલા બિલ્ડર પરના હિંસક હુમલા અને ત્યારબાદ PSI તેમજ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની.
04:56 PM May 02, 2025 IST | Bankim Patel
વાત છે, બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં જમીન વિવાદને (Land Dispute) લઈને થયેલા બિલ્ડર પરના હિંસક હુમલા અને ત્યારબાદ PSI તેમજ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની.

Land Dispute : ભ્રષ્ટાચારનો સડો એટલી હદે ગુજરાત પોલીસમાં વધી ગયો છે કે, તેના દાખલાઓ સમયાંતરે અખબારો અને ન્યૂઝ ચેનલોમાં જોવા મળી રહ્યાં છે. રૂપિયા માટે યુનિફોર્મ વેચી મારે તેવા ઢગલાબંધ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ Gujarat Police માં હાલ કાર્યરત છે. ગુનેગારો પણ શરમાઈ જાય તેવી કરતૂતો આ ખાખીવાળા કરે છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમને છાવરી લે છે. મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચે પછી કાર્યવાહી કરવાનો દેખાડો કરતા IPS અધિકારી પણ પોલીસવાળા જેટલાં જ જવાબદાર છે. વાત છે, બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં જમીન વિવાદને (Land Dispute) લઈને થયેલા બિલ્ડર પરના હિંસક હુમલા અને ત્યારબાદ PSI તેમજ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની. એક મહિલા પીએસઆઈની જિલ્લા બદલી અને કહેવાતા ત્રણ વહીવટદારોની હેડ કવાર્ટર બદલી કેમ કરવામાં આવી ? વાંચો આ અહેવાલ...

 

જમીન વિવાદના કડી તાલુકામાં અનેક કેસ

અમદાવાદ અને ગાંધીનગરને અડીને આવેલો મહેસાણા જિલ્લાનો કડી તાલુકો (Kadi Mehsana) જમીનના વેપાર માટે વર્ષોથી હૉટ ફેવરિટ છે. ઈન્ડસ્ટ્રીયલ, રેસીડેન્સ તેમજ ફાર્મ હાઉસ માટે ભૌગોલિક સ્થિતિ અનુસાર કડી તાલુકો જમીનના સોદા માટે સોનાની લગડી બની ગયો છે. આજ કારણસર ભૂતકાળમાં થયેલા જમીનના સોદાઓમાં સ્થાનિક માથાભારે શખ્સો મોટી રકમ પડાવવા Land Dispute ઉભા કરે છે. કડી તાલુકામાં બિલ્ડરથી લઈને IAS/IPS અધિકારીઓ તેમજ મોટા ગજાના નેતાઓનું કરોડો/અબજો રૂપિયાનું રોકાણ છે. જમીન માલિકીના વિવાદના અસંખ્ય કેસો (Land Dispute Case) સ્થાનિક અદાલતોમાં ચાલે છે. કેટલાંક સ્થાનિક માથાભારે તત્વોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ/નેતાઓના મેળાપીપણાથી અબજો રૂપિયાની જમીનો પર કબજો કરી લીધી હોવાના પણ દાખલાં છે.

આ પણ  વાંચો -Gujarat DGP ના આદેશ બાદ પોલીસને નવો ધંધો મળ્યો, એકને ACBએ લાંચ લેતા પકડ્યો

બાવલુ પોલીસ કયા કેસમાં ફસાઈ

અમદાવાદમાં રહેતા મનન પટેલ (Manan Patel Manan Motors) અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલે ઉર્ફે મુખી (Rimpal Patel aka Mukhi) વર્ષ 2021-22માં કડી તાલુકાના વેકરા ગામની સીમમાં સર્વે નંબર 1323, 1186, 1188 તથા વરખડીયા ગામની સીમમાં સર્વે નંબર 148 વાળી જમીન વેચાણ રાખી હતી. જો કે, જમીન માલિકીના વિવાદને લઈને કડી કોર્ટ (Kadi Court) માં પટેલ બંધુઓએ દાવા દાખલ કર્યા હતા. અદાલતે તારીખ 26 એપ્રિલના રોજ શનિવારે વેકરા સર્વે નંબર 1323 અને 1188 ની જમીનનું પંચનામું/કોર્ટ કમિશન (Court Commission) કરવા આદેશ કર્યો હતો. કોર્ટ કમિશન દરમિયાન વેકરાના પૂર્વ સરપંચ મેહુલ રઘનાથભાઈ રબારી અને તેના સાગરિતોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે મનન પટેલ, રિમ્પલ પટેલ સહિત ત્રણ જણા પર જીવલેણ હુમલો કર્યો હતો. હિંસક હુમલા બાદ પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police Station) નો સ્ટાફ લાંબા સમય બાદ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ  વાંચો -Nirlipt Rai ના સ્ટેટ મોનિટરિંગ સેલે IIM અમદાવાદ પાસે ચાલતા ડ્રગ્સના કારોબારનો કર્યો પર્દાફાશ

હિંસક હુમલાના કાવતરાના વીડિયો સામે આવ્યાં

થાભારે શખ્સ તેમજ પોલીસ ચોપડે વૉન્ટેડ મેહુલ રબારી (Mehul Rabari Vekra) એ કરોડો રૂપિયાની જમીન વિવાદના કેસ (Land Dispute Case) માં કાવતરૂં રચ્યું હતું. કાવતરાના ભાગરૂપે અદાલતના અધિકારી કોર્ટ કમિશન માટે વાદી-પ્રતિવાદીઓ સહિત સ્થળ પર આવે તે પહેલાં જ ખેતરમાં હુમલાખોર ટોળકી છુપાઈ ગઈ હતી. હિંસક હુમલાની ઘટના બાદ સામે આવી રહેલાં વીડિયોએ મેહુલ રબારીના ખતરનાક ખેલની પોલ ખોલી નાંખી છે.

 

પોલીસ-ગુનેગારોની મીલીભગત, PSI સહિત 4ની બદલી

બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ યોગરાજસિંહ અભેસિંહ પરમારે (PI Y A Parmar) રાયોટિંગ અને મારામારીની ફરિયાદ લેવા શરૂઆતમાં કેમ આગ્રહ રાખ્યો હતો તેની પોલ હવે ખુલી ગઈ છે. હાલ Bavlu PI Y A Parmar રજા પર છે અને તેમના સ્થાને પીઆઈ એ. એન. સોલંકી (PI A N Solanki) ને ચાર્જ આપવામાં આવ્યો છે. અનેક ગુનાઓ આચરી ચૂકેલા તેમજ અસામાજિક તત્વો (Antisocial Elements) ની યાદીમાં સામેલ મેહુલ રબારી સાથે બાવલુ પોલીસનો કેટલાંક કર્મચારીઓ મળેલા હતા. એક ચર્ચા અનુસાર બાવલુના મહિલા પીએસઆઈ એમ. વી. દેસાઈ (PSI M V Desai), પોલીસ કર્મચારી કમ વહીવટદાર ધવલસિંહ પૃથ્વીસિંહ, તરૂણકુમાર પ્રતાપજી તથા દિલીપભાઈ સાંકાભાઈની ટોળકી માથાભારે મેહુલ રબારીના ઇશારે નાચતી હતી. Land Dispute Case માં અગાઉ પણ આ ટોળકીએ ખેલ પાડ્યા છે. આ વખતે હિંસક હુમલાની આગોતરી જાણ આ પોલીસવાળાઓેને હતી. ત્રણ પોલીસવાળા પૈકી મુખ્ય વહીવટદારની સાથે હુમલાખોર ટોળકીના સાગરિતો વૉટ્સએપ કોલ (Whatsapp Call) થકી સંપર્કમાં હતા. આ કારણોસર ત્રણ પોલીસવાળાની મહેસાણા હેડ કવાર્ટર ખાતે અને પીએસઆઈ માયાબહેન દેસાઈની પાડોશી જિલ્લા અરવલ્લી ખાતે બદલી કરી દેવાઈ છે. અત્રે નોંધનીય છે કે, મહિલા પીએસઆઈ એમ. વી. દેસાઈની બાવલુ પોલીસ સ્ટેશનથી વિસનગર શહેર પોલીસ સ્ટેશન (Visnagar Police Station) ખાતે મહિના અગાઉ બદલી કરાઈ હતી. જો કે, PSI Maya V Desai ને બાવલુ પોલીસ સ્ટેશન ખાતેથી છુટા કરવામાં આવ્યા ન હતાં.

Tags :
Antisocial elementsBankim PatelBavlu PI Y A ParmarGujarat FirstGujarat PoliceLand Dispute CaseManan Patel Manan MotorsMehul Rabari VekraPI A N SolankiPSI M V DesaiPSI Maya V DesaiRimpal Patel aka MukhiVisnagar Police StationWhatsapp Call
Next Article