Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dhinchak Pooja : વાયરલ ગર્લ લગ્નના તાંતણે બંધાઇ, જીવન સાથીનો ચહેરો છુપાવ્યો

Dhinchak Pooja ના પતિનું નામ યવન છે, અને તે વ્યવસાયે ગાયક છે. પૂજાએ જણાવ્યું કે, તેઓ ઓનલાઈન મળ્યા હતા. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા અને પછી સંમતિથી લગ્ન કરી લીધા હતા. તે પોતાના અંગત જીવનને જાહેર કરવા માંગતી નથી. તેણે કહ્યું કે, ખૂબ વિચાર કર્યા પછી જ લગ્નનો પોસ્ટ કર્યો. જોકે, હાલમાં તે તેનો ચહેરો બતાવવામાં સહજ નથી.
dhinchak pooja   વાયરલ ગર્લ લગ્નના તાંતણે બંધાઇ  જીવન સાથીનો ચહેરો છુપાવ્યો
Advertisement

Dhinchak Pooja : સોશિયલ મીડિયા પર પોતાના સોંગના કારણે વાયરલ થઇને નામના મેળવેલી સિંગર ઢિંચાક પૂજાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર રીલ શેર કરી છે. વીડિયોમાં તે દુલ્હનના પહેરવેશમાં જોવા મળી હતી, પરંતુ તેણે તેના પતિનો ચહેરો છુપાવ્યો હતો. કેપ્શનમાં પૂજાએ લખ્યું કે, તે ટૂંક સમયમાં લગ્નની વધુ ક્લિપ્સ શેર કરશે.

Dhinchak Pooja, આ કોઈ મ્યુઝિક વિડિયો નથી

ઢિંચાક પૂજાના લગ્નની રીલ જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સે વિચાર્યું કે, તે કોઈ નવા મ્યુઝિક વીડિયોનો ભાગ છે. ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા અને કહ્યું કે આ વીડિયો ફક્ત પ્રચાર માટે બનાવવામાં આવ્યો છે. મીડિયા સાથે વાત કરતા ઢિંચાક પૂજાએ કહ્યું કે તેણે ખરેખર લગ્ન કરી લીધા છે. પૂજાએ કહ્યું, "મેં ખરેખર લગ્ન કર્યા છે. આમાં કોઈ ખોટું નથી. આ કોઈ મ્યુઝિક વિડિયો નથી, પરંતુ મારા વાસ્તવિક લગ્ન છે."

Advertisement

Dhinchak Pooja, અંગત જીવનને જાહેર કરવા માંગતી નથી

ઢિંચાક પૂજાના પતિનું નામ યવન છે, અને તે વ્યવસાયે ગાયક પણ છે. પૂજાએ જણાવ્યું કે, તેઓ ઓનલાઈન મળ્યા હતા. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા અને પછી પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા હતા. તે પોતાના અંગત જીવનને જાહેર કરવા માંગતી નથી. તેમણે કહ્યું કે, તેમણે ખૂબ વિચાર કર્યા પછી જ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જોકે, હાલમાં તે તેના પતિનો ચહેરો બતાવવામાં સહજ નથી.

Advertisement

બંને સાથે કામ કરી શકે છે

પોતાના પતિની પ્રશંસા કરતા ઢિંચાક પૂજાએ કહ્યું કે તે ખૂબ જ સારા વ્યક્તિ છે, અને તેને તેમના ગીતો પણ ખૂબ ગમે છે. પૂજાએ જણાવ્યું કે, અત્યાર સુધી તેણે તેના પતિ સાથે કોઈ ગીત રેકોર્ડ કર્યું નથી, પરંતુ બંને સાથે કામ કરી શકે છે.

આ પણ વાંચો -IRCTC Video Viral : દુરંતો એક્સપ્રેસમાં વોશરૂમમાં વાસણો ધોવાયા, ચોંટ્યો મોટો દંડ !

Tags :
Advertisement

.

×