Viral Video : શ્વાનની ટોળી વચ્ચે શ્વાનની પીઠ પર બેસી બાળકી અને પછી..., જુઓ હૃદયસ્પર્શી વીડિયો
- સોશિયલ મીડિયા પર વાઇરલ થયો નાની છોકરીનો અનોખો વીડિયો (Viral Video)
- શ્વાનની ટોળી સાથે શ્વાનની પીઠ પર બેસી રોડ ક્રોસ કરતો વીડિયો વાઇરલ
- કોઈએ કહ્યું- 'મહારાણીની શાહી સવારી જઈ રહી છે'
- તો કોઈએ લખ્યું- 'નાની છોકરીની Z+ સિક્યોરિટી સાથે VIP એન્ટ્રી...'
Viral Video : સોશિયલ મીડિયા પર હાલ એક નાની છોકરીનો અનોખો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં, એક નાની છોકરી શ્વાનની પીઠ પર બેસીને રોડ ક્રોસ કરતા નજરે પડે છે. આશ્ચર્યની વાત એ છે કે નાની છોકરીની આજુબાજું અન્ય કેટલાક શ્વાન પણ જોવા મળે છે. આ દ્રશ્ય (Little girl with dogs viral video) જોઈ લોકો કહી રહ્યા છે કે, લાગે છે જાણો કોઈ મહારાણીની શાહી સવારી જઈ રહી છે. ત્યારે કેટલાકે એવી કોમેન્ટ કરી કે નાની છોકરીની Z+ સિક્યોરિટી સાથે VIP એન્ટ્રી..!
આ પણ વાંચો - Gir Somnath : ગરમ ધાબળા વેચવાની આડમાં ચીલઝડપ કરનાર UP ની ગેંગનાં 4 ઝડપાયા
View this post on Instagram
'Z પ્લસ સુરક્ષા સાથે છોકરીની VIP એન્ટ્રી'
સોશિયલ મીડિયા (Social Media) પર હાલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં એક બાળકી શ્વાનની પીઠ પર બેસીને રોડ ક્રોસ કરતા નજરે પડે છે. જો કે, તેની આસપાસ 6 થી 7 બીજા શ્વાન પણ જોવા મળે છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, વીડિયો જોઈ એવું લાગે છે કે છોકરી એક રાજકુમારી છે અને શ્વાન તેના સુરક્ષા ગાર્ડ છે. કેટલાકે લખ્યું કે, Z પ્લસ સુરક્ષા (Z plus Security) સાથે છોકરીની VIP એન્ટ્રી.
આ પણ વાંચો - Madhya pradesh : સાગરમાં આંધી-તોફાનથી તબાહી, છાપરાની સાથે તણખલાની જેમ ઉડ્યા બાળકો
શ્વાન અને છોકરી વચ્ચેની અનોખી મિત્રતાની લોકોએ પ્રશંસા કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો આ વીડિયોની (Viral Video) ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઉપરાંત, લોકો શ્વાન અને છોકરી વચ્ચેની અનોખી મિત્રતાની પણ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે છોકરીને VIP એન્ટ્રી અને Z પ્લસ સુરક્ષા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો - વાહ...ટેક્નોલોજીયા : જો લાઈટ બંધ થઈ જાય તો માત્ર 2 મિનિટમાં કરો આ જુગાડ, આખો રૂમ ઝળહળી ઉઠશે જુઓ Viral Video