Viral : મેટ્રો ટ્રેનમાં છોકરીએ લાફો માર્યો, બદલો લેતા જ છોકરો ગાયબ
- વાયરલ વીડિયોમાં એકબીજા પર લાફાવાળી
- પહેલા યુવતીએ અને બાદમાં યુવકે સામે લાફો ઝીંક્યો
- વીડિયો સનસનીખેજ ઓછો અને મનોરંજક વધારે જણાયો
Viral : સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ આપણને કંઈક નવું જોવા મળે છે. સવારથી સાંજ સુધી, લોકો વિવિધ પ્રકારના વીડિયો શેર કરે છે, જેમાંથી કેટલાક એટલા રમુજી અને અનોખા છે, અને થોડા જ સમયમાં વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર ધૂમ મચાવી રહ્યો છે, જે સ્ક્રિપ્ટેડ લાગે છે, પરંતુ તેણે હાસ્યનો ડોઝ આપવામાં કોઈ કસર છોડી નથી મેટ્રો ટ્રેન (Metro Train Slap) માં યુવતિ યુવકને લાફો મારી દે છે. ત્યાર બાદ તુરંત વળતો જવાબ આપવાની જગ્યાએ યુવક શાંત બેસી રહે છે, અને અંતમાં પોતાનું ધાર્યું કરીને જતો રહે છે.
મેટ્રોમાં છોકરીએ છોકરાને થપ્પડ મારી
આ વીડિયો મેટ્રો ટ્રેન (Metro Train Slap) નો હોવાનું લાગી રહ્યું છે, જ્યાં લોકો તેમની રોજિંદી મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. પરંતુ આ વખતે મેટ્રોમાં કંઈક એવું બન્યું, જેની કોઈએ કલ્પના પણ ન્હોતી કરી. વીડિયોમાં, એક છોકરો મેટ્રોમાં મુસાફરી કરી રહ્યો છે, અને અચાનક તે નજીકમાં ઉભેલી છોકરી સાથે અથડાઇ જાય છે. બસ આખું નાટક અહીંથી શરૂ થાય છે ! તે બાદ છોકરી ગુસ્સે થઇ જાય છે, અને વિલંબ કર્યા વિના તે છોકરાને જોરથી થપ્પડ મારે છે (Girl Slap Boy In Metro) . મેટ્રોમાં હાજર લોકો ચોંકી જાય છે, અને છોકરો શાંતિથી જઈને ગેટ પાસે ઉભો રહે છે.
પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત
પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી ! મેટ્રો આગલા સ્ટેશન પર રોકાય છે, અને દરવાજા ખુલે છે, છોકરો તકનો લાભ લે છે. અને જતા જતા પાછળ ફરીને છોકરીને થપ્પડ મારે છે અને ઝડપથી મેટ્રો છોડી દે છે (Boy Slap Girl In Metro). આ જોઈને, મેટ્રોમાં બેઠેલા લોકો જોરથી હસવા લાગે છે, અને છોકરી પોતે પણ હસવાનું રોકી શકતી નથી. આ દ્રશ્ય એટલું રમુજી છે કે, જે કોઈ તેને જુએ છે તે પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શકતું નથી.
વિડિઓ પર ટિપ્પણીઓનો વરસાદ
આ વિડિઓ X પર @Miss_Choudhary0 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, અને તેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. લોકો તેને ફક્ત પસંદ જ નથી કરી રહ્યા, પરંતુ ટિપ્પણીઓમાં પોતાની રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ભાઈ, આ વિડિઓ જોયા પછી હું હસવાનું રોકી શકતો નથી!" બીજાએ કટાક્ષ કર્યો, "આવી ક્રિયાઓ ફક્ત રીલમાં જ સારી લાગે છે, વાસ્તવિક જીવનમાં ભાઈ મુશ્કેલીમાં હોત!" દરમિયાન બીજા યુઝરે તેની પ્રશંસા કરી અને લખ્યું, "તે વ્યક્તિએ ખૂબ સારું કામ કર્યું છે, તેણે સંપૂર્ણ બદલો લીધો!" ઘણા લોકોએ આ વિડિઓને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો, પરંતુ તે એટલો મજેદાર છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. કેપ્શનમાં લખ્યું હતું, "ભાઈએ બદલો લીધો, મને કહો કે તેણે સાચું કર્યું કે ખોટું?" અને આ પ્રશ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાક લોકો તેને રમુજી બદલો કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે આ ફક્ત રીલ્સની દુનિયામાં જ શક્ય છે.
આ પણ વાંચો ---- Sydney ના ગોલ્ફ મેદાનમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી