ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral : શાળામાં વિદ્યાર્થી શાહમૃગ બન્યો, ઇંડુ આપતા લોકો પેટ પકડીને હસ્યા

Viral : પોશાકને કારણે બાળક યોગ્ય રીતે જોઈ શકતો ના હોવાથી, બે શિક્ષકોએ તેને સ્ટેજ સુધી પહોંચવામાં મદદ કરી હતી, આ પ્રયાસ સફળ બનાવ્યો
09:00 AM Aug 17, 2025 IST | PARTH PANDYA
Viral : પોશાકને કારણે બાળક યોગ્ય રીતે જોઈ શકતો ના હોવાથી, બે શિક્ષકોએ તેને સ્ટેજ સુધી પહોંચવામાં મદદ કરી હતી, આ પ્રયાસ સફળ બનાવ્યો

Viral : કેરળ (Kerala) ના અડૂરમાં ઓલ સેન્ટ્સ પબ્લિક સ્કૂલમાં આયોજિત ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં (Fancy Dress Competition) એક નાના બાળકે પોતાના અનોખા પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. આ મજેદાર પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે, વીડિયો જોનારા તમામ બાળકની સર્જનાત્મકતાની ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ યુઝર @kailash_mannady દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં, એક નાનો વિદ્યાર્થી શાહમૃગના પોશાકમાં જોવા મળે છે. તેનો પોશાક એટલો અદ્ભુત હતો કે માથાથી પગ સુધી તે જીવંત શાહમૃગ જેવો (Ostrich Like Student Video) દેખાતો હતો, તેની મોટી ચાંચ, પાંખો અને લાંબા પગ હતા.

નાનો શાહમૃગ સ્ટેજ પર ચાલતો જોવા મળ્યો

પોશાકને કારણે બાળક યોગ્ય રીતે જોઈ શકતો ના હોવાથી, બે શિક્ષકોએ તેને સ્ટેજ સુધી પહોંચવામાં મદદ કરી હતી અને પ્રદર્શન દરમિયાન તેની સાથે ગયા હતા. આ નાનો "શાહમૃગ" (Ostrich Like Student Video) સ્ટેજ પર ચાલતો આવતાની સાથે જ લોકો ખુશીથી ઉછળી પડ્યા હતા. વીડિયોનો સૌથી રમુજી ક્ષણ ત્યારે આવ્યો જ્યારે આ "શાહમૃગે" (Ostrich Like Student Video) સ્ટેજ પર "ઇંડું" મૂક્યું હતું. આ જોઈને લોકો હસવા લાગ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે તેજીથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ વખત જોવામાં આવ્યો હોવાનો અંદાજ છે છે.

નાના કલાકારની સર્જનાત્મકતા અને અભિનયએ બધાનું દિલ જીતી લીધું

યુઝર્સ આ નાના કલાકારની સર્જનાત્મકતા અને અભિનયની પ્રશંસા કરતા થાકતા નથી. એક યુઝરે મજાકમાં કહ્યું, "તેને ઓસ્કાર મળવો જોઈએ !" જ્યારે બીજાએ લખ્યું, "આ પ્રદર્શન અને સર્જનાત્મકતા અદ્ભુત છે." કેટલાક યુઝર્સે આ અનોખા વિચારનો શ્રેય બાળકના પિતાને આપ્યો હતો, જ્યારે કોઈએ કહ્યું, "મારા તરફથી પહેલું ઇનામ !" આ નાના શાહમૃગે માત્ર સ્ટેજ પર જ નહીં, પણ લોકોના હૃદયમાં પણ પોતાની છાપ છોડી છે. તેની માસૂમિયત અને સર્જનાત્મકતાએ સાબિત કર્યું કે, નાના બાળકો પણ મહાન કાર્યો કરી શકે છે.

આ પણ વાંચો ----- Shahrukh Khan ને 'રિટાયર્ડ' થવાનું કહેનારને તેની જ ભાષામાં જવાબ મળ્યો

Tags :
AppreciateActingGujaratFirstgujaratfirstnewsRealTalentSocialmediaStudentAsOstrichViralVideo
Next Article