Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Visavadar : મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાતિગત ભેદભાવ, ફરિયાદ નોંધાઇ

Visavadar ના ભૂતડી ગામે જાતિગત ભેદભાવની ઘટના સામે આવી છે. વિસાવદરના ભૂતડી ગામે આવેલા રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. આ જમણવારમાં અનુસૂચિત જાતિના લોકો જોડે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો સનસનીખેજ આરોપ સામે આવ્યો છે. આનુસૂચિત જાતિના લોકોને થાળી-વાટકા સાથે લાવવા તેમજ તેમની માટે પાણીની અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
visavadar   મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જાતિગત ભેદભાવ  ફરિયાદ નોંધાઇ
Advertisement
  • Visavadar ના ભૂતડી ગામે જાતિગત ભેદભાવ
  • ભૂતડી ગામમાં એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ
  • રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભેદભાવ
  • અનુસૂચિત જાતિના લોકોને જમણવારમાં ભેદભાવ કરાયો
  • થાળી વાટકા સાથે લાવવા અને પાણીની અલગ વ્યવસ્થા કરાઇ
  • અનુસૂચિત જાતિના લોકોના આયોજકો પર આક્ષેપ

Visavadar : આધુનિક સમયમાં પણ જાતિગત ભેદભાવનું દુષણ જીવંત હોવાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. વિસાવદર (Visavadar - Junagadh) માં આવેલી ભૂતડી ગામે (Bhutdi Villeage) અનુસૂચિત જાતિના લોકો જોડે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામં આવી રહ્યો છે. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને આ મામલે ભૂતડી ગામમાં એટ્રોસીટીની ફરિયાદ (Atrocity Complaint) નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હવે પોલીસની તપાસ (Police Investigation) બાદ કસુરવારો સામે શું પગલા લેવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો - Ahmedabad Investment Fraud: રોકાણના નામે કરોડોનું ફૂલેકું ફેરવ્યું, મુખ્ય સૂત્રધાર મિહિર પરીખની ધરપકડ

Advertisement

Visavadar, થાળી-વાટકા, પાણી મામલે ઓરમાયું વર્તન

તાજેતરમાં વિસાવદરના ભૂતડી ગામે આવેલા રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. આ જમણવારમાં અનુસૂચિત જાતિના લોકો જોડે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો સનસનીખેજ આરોપ સામે આવ્યો છે. આનુસૂચિત જાતિના લોકોને થાળી-વાટકા સાથે લાવવા તેમજ તેમની માટે પાણીની અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

Advertisement

મામલો પોલીસ મથક પહોંચ્યો

અનુસૂચિત જાતિના લોકોએ કાર્યક્રમના આયોજકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. આખરે મામલે પોલીસ મથક પહોંચ્યો છે. અને ભૂતડી ગામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આધુનિક યુગમાં પણ આ પ્રકારનું દુષણ જીવંત હોવાનું સામે આવતા લોકો વિચારતા થઇ ગયા છે. સ્થાનિકોની માંગ છે કે, આ મામલે કસુરવારો વિરૂદ્ધ કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે, જેથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન હંમેશા માટે અટકે. હવે આ મામલે પોલીસની તપાસમાં શું સામે આવે છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો - Surat : 56 વર્ષના આધેડે દીકરીની છેડતી કરી, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો

Tags :
Advertisement

.

×