Amreli: બગસરામાં કોલેજની 'કુંવરી'ને આપી ટિકિટ, GEN-Z પર ભાજપનો દાવ
- Amreli માં ભાજપે 21 વર્ષીય વિદ્યાર્થીની વિશ્વા નકુમને આપી ટિકિટ!
- બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં પક્ષે યુવા ચહેરા પર મૂક્યો ભરોસો
- નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા બની ભાજપની સૌથી યુવા ઉમેદવાર
- યુવા પેઢીને રાજકારણમાં સક્રિય કરવા પક્ષે સ્થાનિક સ્તરે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક
- અભ્યાસની સાથે જનતાના કામો કરવાની આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો
- વિશ્વાની પસંદગીથી અમરેલીના રાજકારણમાં નવા સમીકરણો અને ઉત્સાહનો માહોલ
Vishwa Nakum Amreli: ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે (BJP) પરિવર્તનની લહેર ફૂંકી છે. અમરેલી જિલ્લાના બગસરામાં ભાજપે એક એવો નિર્ણય લીધો છે જેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. પક્ષે માત્ર 21 વર્ષની વય ધરાવતી અને હજુ અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીની વિશ્વા નકુમ (Vishwa Nakum Amreli) ને ચૂંટણી મેદાનમાં ઉતારીને યુવા શક્તિ પર મોટો ભરોસો વ્યક્ત કર્યો છે.
Amreli: નર્સિંગના અભ્યાસ સાથે રાજકારણમાં એન્ટ્રી
વિશ્વા નકુમ (Vishwa Nakum) હાલમાં નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથે સાથે સમાજસેવા અને લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ જોઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. સામાન્ય રીતે રાજકારણમાં અનુભવી ચહેરાઓ જોવા મળતા હોય છે, ત્યારે વિશ્વા જેવી યુવા પેઢીના પ્રતિનિધિને સ્થાન મળતા સ્થાનિક સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
21-year-old nursing student gets BJP ticket in Amreli Gujarat
Amreli માં ભાજપે 21 વર્ષીય વિદ્યાર્થીની Vishwa Nakum ને આપી ટિકિટ | Gujarat First
અમરેલીમાં ભાજપે 21 વર્ષીય વિદ્યાર્થીનીને આપી ટિકિટ
બગસરાના વોર્ડ 2માં વિશ્વા નકુમ બન્યા ઉમેદવાર
નર્સિંગના 4 વર્ષમાં અભ્યાસ કરે છે… pic.twitter.com/qqacXqGWP1— Gujarat First (@GujaratFirst) April 11, 2026
જનસેવા કરવાનું આપ્યું વચન
ટિકિટ મળ્યા બાદ વિશ્વા નકુમે પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ભાજપે મારા જેવા યુવા કાર્યકર પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું." વિશ્વાએ વધુમાં ઉમેર્યું કે જો તે ચૂંટણી જીતશે તો તેમનું પ્રથમ લક્ષ્ય બગસરાના નાગરિકોને પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું રહેશે. શિક્ષિત અને યુવા ઉમેદવાર (Young Candidate) હોવાને કારણે મહિલાઓ અને યુવાનોમાં પણ વિશ્વાની લોકપ્રિયતા વધી રહી છે. ભાજપનો આ પ્રયોગ અન્ય જિલ્લાઓમાં પણ યુવા ઉમેદવારો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Navsari: કોંગ્રેસના ઉમેદવારનો અનોખો વિરોધ, મચ્છરદાની અને ગંદા પાણીની બોટલો લઈ ફોર્મ ભરવા પહોંચ્યા


