Vishwa Umiadham: વિશ્વ ઉમિયાધામમાં ભરાશે દેશનું સૌથી મોટું કોંક્રીટ રાફ્ટ, 72 કલાકમાં કામ પૂર્ણ થશે
- Vishwa Umiadham: આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે
- 15 સપ્ટેમ્બરે શરૂ કરેલું કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે
- રાફ્ટની લંબાઈ 700 ફૂટ, ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 550 ફૂટ
Vishwa Umiadham: વિશ્વ ઉમિયાધામમાં દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટ ભરાશે. જેમાં આગામી 72 કલાકમાં 8.57 લાખ ઘનફૂટ કામ પૂર્ણ કરવામાં આવશે. 15 સપ્ટેમ્બરે શરૂ કરેલું કામ 17 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે. રાફ્ટની લંબાઈ 700 ફૂટ, ઊંડાઈ 8 ફૂટ અને પહોળાઈ 550 ફૂટ રહેશે. 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
26થી વધુ RMC પ્લાન્ટ આ રાફ્ટમાં કામે લાગ્યા
26થી વધુ RMC પ્લાન્ટ આ રાફ્ટમાં કામે લાગ્યા છે. તેમજ 150 પંપ અને 3000 જેટલા લોકો 24 કલાક કામ કરી રહ્યા છે. જેમાં જમીનથી 52 ફૂટ ઊંચાઈ પર ઉમિયા માતાની મૂર્તિની સ્થાપના કરાશે. 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે મંદિર તૈયાર થશે. જાસપુરમાં 100 વીઘા જમીનમાં બની રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલો મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યૂઇંગ ગેલરી બનાવવામાં આવશે.
Vishwa Umiadham: મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય 9 શિલા પર તૈયાર કરાશે
મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય 9 શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ 500 દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 500 શિલા તથા 108 કળશનું પૂજન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામમાં એક હજાર કરોડના ખર્ચે ઉમિયા મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
દેશનો સૌથી મોટો કોન્ક્રીટ રાફ્ટમાં જાણો શું છે વિશેષ:
- 24,000 ઘન મીટરનો કોન્ક્રીટ રાફ્ટ
- 8,57,500 ઘનફૂટનો કોન્ક્રીટ રાફ્ટ
- 4800 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો
- 3600થી વધુ ટન સિમેન્ટનો ઉપયોગ
- રાફ્ટની લંબાઈ 700 ફૂટ, પહોળાઈ 550 ફૂટ અને ઊંચાઈ 8 ફૂટ
- 26થી વધુ RMC પ્લાન્ટ કાર્યરત
- 250થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર કાર્યરત
- 3000થી વધુ શ્રમિકો સહિતના લોકો કાર્યરત
- 1000થી વધુ એન્જિનિયરો અને સુપરવાઇઝર
- 4000થી વધુ ટ્રક સપ્લાયમાં જોડાયા
આ પણ વાંચો: Trending Video: ટ્રેનમાં સિગારેટ પીતી મહિલાનો વીડિયો વાયરલ, મુસાફરોને કહ્યું - હું તમારા પૈસા બગાડી રહી નથી