ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ukraine યુદ્ધ વચ્ચે Russia એ કરી મોટી જાહેરાત, ભારત સાથે છે સારા સંબંધો

Russia અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત આવશે વ્લાદિમીર પુતિન ક્રેમલિન દ્વારા આપવામાં આવ્યું સત્તાવાર નિવેદન તારીખોને લઈને થઇ રહી છે વાટાઘાટો, ટૂંક સમયમાં થશે જાહેરાત યુક્રેન (Ukraine) યુદ્ધ વચ્ચે રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. તેમની...
06:18 PM Nov 19, 2024 IST | Dhruv Parmar
Russia અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત આવશે વ્લાદિમીર પુતિન ક્રેમલિન દ્વારા આપવામાં આવ્યું સત્તાવાર નિવેદન તારીખોને લઈને થઇ રહી છે વાટાઘાટો, ટૂંક સમયમાં થશે જાહેરાત યુક્રેન (Ukraine) યુદ્ધ વચ્ચે રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. તેમની...
  1. Russia અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત આવશે વ્લાદિમીર પુતિન
  2. ક્રેમલિન દ્વારા આપવામાં આવ્યું સત્તાવાર નિવેદન
  3. તારીખોને લઈને થઇ રહી છે વાટાઘાટો, ટૂંક સમયમાં થશે જાહેરાત

યુક્રેન (Ukraine) યુદ્ધ વચ્ચે રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. તેમની મુલાકાત અંગે ક્રેમલિન દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તારીખો જાહેર કરવામાં આવી નથી. ક્રેમલિનના જણાવ્યા અનુસાર, તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી જુલાઈમાં રશિયા (Russia)ની રાજધાની મોસ્કોમાં તેમને મળ્યા હતા. પુતિન સાથેની વાતચીત બાદ મોદીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે પુતિનની ભારત મુલાકાત અંગે નિવેદન બહાર પાડ્યું હતું.

તેમણે ભારતના વરિષ્ઠ સંપાદકો સાથે વિડીયો કોલમાં પ્રવાસ વિશે માહિતી આપી હતી. પેસ્કોવે કહ્યું કે, ભારત અને રશિયા (Russia)ના સંબંધો મજબૂત છે. પુતિનની મુલાકાત પહેલાથી જ પ્રસ્તાવિત છે. બંને દેશ સાથે મળીને તારીખો નક્કી કરશે. જે બાદ રાષ્ટ્રપતિની મુલાકાતની વિસ્તૃત જાહેરાત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી બે વખત રશિયા (Russia)ની મુલાકાતે ગયા છે. જે બાદ હવે પુતિનનો ભારત પ્રવાસ ફાઈનલ થઈ ગયો છે. પેસ્કોવે કહ્યું કે, તેઓ આ મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : G20 Summit:એસ.જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

યુક્રેન સાથે યુદ્ધ પર વાત કરશે...

આ દરમિયાન પેસ્કોવે યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે તેમને મધ્યસ્થી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અત્યારે અમારી પાસે આ અંગે કોઈ ખાસ આયોજન નથી. પરંતુ રશિયા (Russia) સાથે ભારતના સારા અને વ્યવહારુ સંબંધો છે. PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે પણ સારી ટ્યુનિંગ છે. મોદી યુક્રેનિયન પક્ષના પણ સંપર્કમાં છે. તેથી દેખીતી રીતે તેઓ વધુ માહિતી એકત્રિત કરવામાં સક્ષમ છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આનાથી PM મોદીને પરિસ્થિતિનું ઉદ્દેશ્યપૂર્વક મૂલ્યાંકન કરવાની તક મળે છે.

આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં 100થી વધુ વિદેશીઓને ફાંસીની સજા! ભારતીય નાગરિકો પણ સામેલ

Tags :
Dates to be decided soonGujarati NewsIndiaIndia visitKremlin statement issuedMoscow Talks with PM Narendra ModiNationalRussian President Vladimir PutinUkraine warworld news
Next Article