Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સામુહિક ચિંતન પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓનો વોલ્વો પ્રવાસ...!

કેવડિયામાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ.ટી ની વોલ્વો બસમાં સામુહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું. ૧૦ મી ચિંતન શિબિરની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર...
સામુહિક ચિંતન પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓનો વોલ્વો પ્રવાસ
Advertisement
કેવડિયામાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ.ટી ની વોલ્વો બસમાં સામુહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.
૧૦ મી ચિંતન શિબિરની શરુઆત
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્યના પ્રશાસનિક તંત્રને જન સેવા માટે વધુ લોકાભિમુખ  બનાવવાના અભિનવ વિચાર સાથે  તેમના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૩ થી શરુ કરેલી ચિંતન શિબિરની આ ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.
મુખ્યમંત્રી સહિત અધિકારીઓ વોલ્વોમાં પહોંચ્યા
આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ  તેમજ મુખ્ય સચિવ  રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસ.ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએથી રવાના થયા હતા.
અલગ-અલગ સ્થળોએથી વ્યવસ્થા
ગાંધીનગરથી  મંત્રી મંડળ  નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્ય મંત્રી અને  મંત્રીઓ માટે  એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી  તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર  અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ  ૯ વોલ્વો બસ મારફતે ૨૧૮   જેટલા અધિકારી  બપોરે એકતા નગર  પહોંચશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા
Tags :
Advertisement

.

×