Gujarat by-Election : કડી-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, EVM માં ઉમેદવારોનું ભાવિ થયું સીલ
- કડીમાં મતદાન બાદ એકબીજાને ભેટ્યા ઉમેદવારો
- ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર એકબીજાને ભેટ્યા
- કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં સરેરાશ 55% થી વધુ નોંધાયું મતદાન
- વિસાવદરમાં સરેરાશ 55% થી વધુ નોંધાયું મતદાન
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થવા પામ્યું હતુ. મતદાન પૂર્ણ થતા 6 વાગ્યા બાદ બંને ઉમેદવારો એકબીજાને ભેટ્યા હતા. કોણ હારશે કોણ જીતશે તો એમને જ ખબર છે. કહી એકબીજાને ટોણો માર્યો હતો.
ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનું નિવેદન
ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપના ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી હતી. ભાજપના ઉમેદવારે 25000 લીડ મેળવવાની આશા વ્યક્ત કરી હતી. કડી વિધાનસભા બેઠક પર 58 ટકા જેટલું મતદાન થયું હતું. ભાજપના ઉમેદવારે સારા મતદાનથી જીતની આશા વ્યક્ત કરી હતી.
23 જૂને જાહેર થશે પરિણામ
કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સરેરાશ 55 ટકા થી વધુ મતદાન નોંધાયું હતું. કોંગ્રેસ-ભાજપ સહિત કુલ 8 ઉમેદવારો મેદાને હતા. કડી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જવા પામ્યું હતું. તા. 23 જૂને પરિણામ જાહેર થશે.
વિસાવદરમાં 54.61 ટકા
જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણી મતદાન પૂર્ણ થયું હતું. મતદાન મથક અંદર આવી ગયેલા મતદારોને મતદાન કરવા દેવામાં આવશે. 5 વાગ્યા સુધી મતદાન 54.61 ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતા EVM સીલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિસાવદર ચૂંટણી જંગ ઉમેદવારોનું ભાવિ EVM ખુલશે. ત્યારે ખબર પડશે જનતાએ કોને આશીર્વાદ આપ્યા છે.