ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajya Sabha ની 6 બેઠકો માટે 20 ડિસેમ્બરે મતદાન, NDA ની તાકાત વધશે...

આંધ્રપ્રદેશમાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે ઓડિશામાં એક સીટ પર ચૂંટણી થશે હરિયાણામાં એક સીટ પર ચૂંટણી થશે ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભા (Rajya Sabha)ની છ ખાલી બેઠકો જાહેરનામું બહાર પાડ્યું છે. ઉપલા ગૃહ માટે 20 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને...
04:50 PM Nov 26, 2024 IST | Dhruv Parmar
આંધ્રપ્રદેશમાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે ઓડિશામાં એક સીટ પર ચૂંટણી થશે હરિયાણામાં એક સીટ પર ચૂંટણી થશે ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભા (Rajya Sabha)ની છ ખાલી બેઠકો જાહેરનામું બહાર પાડ્યું છે. ઉપલા ગૃહ માટે 20 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને...
  1. આંધ્રપ્રદેશમાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે
  2. ઓડિશામાં એક સીટ પર ચૂંટણી થશે
  3. હરિયાણામાં એક સીટ પર ચૂંટણી થશે

ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભા (Rajya Sabha)ની છ ખાલી બેઠકો જાહેરનામું બહાર પાડ્યું છે. ઉપલા ગૃહ માટે 20 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને તે જ દિવસે સાંજે અથવા રાત્રે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણા માટે યોજાશે. છ બેઠકોમાંથી પાંચ બેઠકો NDA ના ખાતામાં જાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યસભા (Rajya Sabha) માટે નામાંકન પ્રક્રિયા 3 ડિસેમ્બરથી શરૂ થશે. 10 ડિસેમ્બર સુધી નામાંકન કરી શકાશે. 11મી ડિસેમ્બરે નામાંકનની ચકાસણી કરવામાં આવશે. 13 ડિસેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. 20 ડિસેમ્બરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

આંધ્રપ્રદેશમાં ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે...

આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બેઠકો ખાલી છે. અહીં ત્રણ બેઠકો પર રાજ્યસભા (Rajya Sabha)ની ચૂંટણી યોજાશે. જગન મોહન રેડ્ડીની YSRCP ના ત્રણ સાંસદો, વેંકટરામન રાવ મોપીદેવી, બીધા મસ્તાન રાવ યાદવ અને રાયગા કૃષ્ણૈયાએ રાજ્યસભા (Rajya Sabha)માંથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે નવા સભ્યો માટે ચૂંટણી થઈ હતી. આંધ્રપ્રદેશના CM ચંદ્ર બાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) આ ત્રણેય બેઠકો સરળતાથી જીતી શકે છે.

ઓડિશામાં એક સીટ પર ચૂંટણી થશે...

ઓડિશામાં રાજ્યસભા (Rajya Sabha)ની એક બેઠક માટે ચૂંટણી યોજાશે. નવીન પટનાયકની આગેવાની હેઠળના BJD સાંસદ સુજીત કુમારે રાજ્યસભા (Rajya Sabha)માંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં આ બેઠક ભાજપને મળે તેવી શક્યતા છે. કારણ કે ભાજપે અહીં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે.

આ પણ વાંચો : Maharashtra : કેન્દ્રિય મંત્રીના દાવાથી ખળભળાટ,  આ નામ મહારાષ્ટ્રના સીએમ માટે ફાઇનલ

બંગાળમાં TMC ને એક સીટ મળશે...

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના જવાહર સરકારે રાજ્યસભા (Rajya Sabha)ના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની TMC આ સીટ આરામથી જીતી શકે છે.

આ પણ વાંચો : હિન્દુ એકતા યાત્રા દરમિયાન બાબા બાગેશ્વર પર મોબાઈલ ફોનથી હુમલો !

હરિયાણામાં એક સીટ પર ચૂંટણી થશે...

હરિયાણામાં સત્તારૂઢ ભાજપના કૃષ્ણલાલ પંવારે તાજેતરમાં રાજ્યસભા (Rajya Sabha)ની બેઠક પરથી રાજીનામું આપ્યું છે. ભાજપ આ સીટ સરળતાથી જીતી શકે છે. કૃષ્ણ લાલ પંવાર તાજેતરમાં જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી ઈસરાના મતવિસ્તારમાંથી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેઓ હવે નાયબ સિંહ સૈની કેબિનેટમાં કેબિનેટ મંત્રી છે.

આ પણ વાંચો : આંધ્રપ્રદેશ સરકાર Adani ને આપી શકે છે મોટો ઝટકો!

Tags :
Election Commission notificationGujarati NewsHaryana Newsharyana rajya sabha electionsIndiaNationalRajya Sabha electionsVoting on six Rajya Sabha seats
Next Article