Vadodara: વાઘોડિયામાં ચૂંટણી પૂર્વે હાઈવોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસના 'ધમકી' ના આક્ષેપથી ખળભળાટ
- Vadodara : વાઘોડિયામાં ચૂંટણી પૂર્વે સંગ્રામ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા!
- જરોદ અને ભૂતાન જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ બિનહરીફ
- ફોર્મ ખેંચવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ
- "ભાજપે ધાક-ધમકી આપી ફોર્મ ખેંચાવ્યા": નારણભાઇ પટેલના આક્ષેપ
- સત્તાધારી પક્ષે તમામ આરોપો ફગાવી લોકશાહી ઢબે જીતનો કર્યો દાવો
- ચૂંટણી કચેરી ખાતે ભારે તંગદિલી, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દોડધામ
Vadodara: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) ના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વડોદરા જિલ્લાના વાઘોડિયા (Waghodia) માં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જરોદ અને ભૂતાન જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ (Unopposed) જાહેર થતા જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ (Clash) સર્જાયું હતું. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન બંને પક્ષના નેતાઓ સામસામે આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું.
Vadodara: ભાજપ કોંગ્રેસ સામસામે આવ્યા
ઘટનાની વિગતો મુજબ, વાઘોડિયા તાલુકાના જરોદ અને ભૂતાન જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના નામાંકન પરત ખેંચી લેતા ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે. જોકે, આ પ્રક્રિયા બાદ વાઘોડિયા કોંગ્રેસ પ્રમુખ નારણભાઇ પટેલ (Naranbhai Patel) ભારે રોષે ભરાયા હતા. તેમણે ભાજપ પર સનસનીખેજ આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, "ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને અને ધાક-ધમકી આપીને કોંગ્રેસના ઉમેદવારો પાસે જબરદસ્તીથી ફોર્મ પરત ખેંચાવ્યા છે. લોકશાહીનું અહીં ખૂન કરવામાં આવ્યું છે."
Clash between BJP and Congress in Waghodia Vadodara
Vadodara ના Waghodia માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ | Gujarat First
ઉમેદવારી પત્ર પરત ખેંચવા મુદ્દે માહોલ ગરમાયો
જરોદ જિ.પં, ભૂતાન જિ.પંમાં ભાજપ બિનહરીફ થયું
વાઘોડિયા કોંગ્રેસના પ્રમુુખ ભાજપના કાર્યકરો સામે રોષે ભરાયા… pic.twitter.com/kGCu9VNKjS— Gujarat First (@GujaratFirst) April 15, 2026
ભાજપે તમામ આરોપો ફગાવ્યા
બીજી તરફ, ભાજપના સ્થાનિક આગેવાનોએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની મરજીથી અને વિકાસના કામોથી પ્રેરાઈને ફોર્મ પરત ખેંચ્યા છે. કોઈને પણ ધમકાવવામાં આવ્યા નથી, ઉલટાનું કોંગ્રેસ પોતાની હાર ભાળી જઈને આવા ખોટા નિવેદનો કરી રહી છે. ચૂંટણી કચેરી પાસે બંને પક્ષોના ટોળેટોળા એકઠા થઈ જતા પોલીસ કાફલો ખડકી દેવો પડ્યો હતો. હાલમાં વાઘોડિયામાં આ મુદ્દે ભારે ચર્ચાઓ જાગી છે અને આગામી મતદાન પર તેની શું અસર પડશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Godhra: તમે પણ તમારી ગાડીનો ચેસીસ નંબર ચેક કરી લેજો!, ક્યાંક તમારી કાર ચોરીની તો નથી ને!


