Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Big Breaking : આવતીકાલે યોજાનાર 'ઓપરેશન શિલ્ડ' Mock Drill મોકૂફ રખાઈ

મોકડ્રીલ માટેની નવી તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
big breaking   આવતીકાલે યોજાનાર  ઓપરેશન શિલ્ડ  mock drill મોકૂફ રખાઈ
Advertisement
  1. રાજ્યમાં 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ મોકૂફ રાખવામાં આવી (War Mock Drill)
  2. આવતીકાલે રાજ્યમાં નહીં યોજાય ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ
  3. મોકડ્રીલ માટેની નવી તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાશે
  4. દેશનાં સરહદી રાજ્યોમાં આવતીકાલે યોજાવાની હતી મોકડ્રીલ

War Mock Drill : આવતીકાલે રાજ્યમાં 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને હવે મોટા સમાચાર આવ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, આવતીકાલે રાજ્યમાં 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ (Operation Shield mock Drill) નહીં યોજાય. મોકડ્રીલ માટેની નવી તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. જો કે, આ પહેલા કેન્દ્ર સરકારે સરહદી રાજ્યોમાં મોકડ્રીલ યોજવા આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો - War Mock Drill : મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સિવિલ ડિફેન્સના DGP સહિતના અધિકારીઓની બેઠક

Advertisement

Advertisement

આવતીકાલે રાજ્યમાં નહીં યોજાય 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ

કેન્દ્રીય સરકાર (Central Government) દ્વારા પાકિસ્તાન સરહદી રાજ્ય ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વોર મોકડ્રીલનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ હેઠળ નાગરિકોને યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે તૈયાર રહેવું ? કેવી રીતે સંપત્તિઓની સુરક્ષા કરવી ? અને કેવી રીતે પોતાનો બચાવ કરવા ? સહિત વિવિધ બાબતે તાલીમ આપવાની હતી. જો કે, હવે આ મોકડ્રીલને મોકૂફ રખાઈ હોવાનાં સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો - Mock drill : આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે, સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી આયોજન

મોકડ્રીલ માટેની નવી તારીખ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાશે

માહિતી અનુસાર, આવતીકાલે રાજ્યમાં 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ (Operation Shield mock Drill) નહીં યોજાય. કેન્દ્ર સરકાર મોકડ્રીલ માટે હવે જલદી નવી તારીખની જાહેરાત કરશે. જો કે, મોકડ્રીલને કેમ મોકૂફ રાખવામાં આવી છે તે પાછળનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી. મહત્ત્વનું છે કે ગુજરાત સહિત દેશનાં પાકિસ્તાન (Pakistan) સરહદી રાજ્યોમાં આવતીકાલે 'ઓપરેશન શિલ્ડ' હેઠળ મોકડ્રીલના આદેશ અપાયા હતા. ગુજરાતમાં મોકડ્રીલને લઈ રાજ્ય સરકારનાં વિવિધ વિભાગ દ્વારા બેઠકો પણ યોજવવામાં આવી હતી.

આ પણ વાંચો - Kajal Maheriya : કાજલ મહેરિયા હવે ચૂંટણી મેદાને! લોકગાયિકાએ માંગી ટિકિટ

Tags :
Advertisement

.

×