Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો

આજે હાજર જથ્થા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે ગઇકાલે જાસપુર વોટર વર્કસમાં શટડાઉન રહ્યું હતું
ahmedabad  શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ  રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો
Advertisement
  • પાલડી, ચાંદખેડા, રાાણીપ સહિતના વિસ્તારમાં પાણીકાપ
  • આજે હાજર જથ્થા મુજબ વિતરણ કરવામાં આવશે પાણી
  • ગઇકાલે જાસપુર વોટર વર્કસમાં રહ્યું હતું શટડાઉન

Ahmedabad: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. જેમાં થલતેજ, સરખેજ સહિતના વિસ્તારમાં પાણીકાપ રહેશે. સાથે જ પાલડી, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારમાં પાણીકાપ અને આજે હાજર જથ્થા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે ગઇકાલે જાસપુર વોટર વર્કસમાં શટડાઉન રહ્યું હતું. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણી કાપ રહેશે.

11 જૂનના રોજ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે શહેરના પાલડી, થલતેજ, ચાંદખેડા, રાણીપ અને સરખેજ સહિતના પશ્ચિમ વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડતા એએમસીના જાસપુરના 400 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજ પુરવઠો પુરી પાડતી જેટકો કંપની દ્વારા 66 કેવી સબ સ્ટેશનમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ઇન્ટેનન્સ માટે સવારથી વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાંજ સુધી બંધ રાખવામાં આવશે. જેના કારણે 10 જૂન 2025 મંગળવારે પશ્ચિમ વિસ્તારમાં ઉપલ્બધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. 11 જૂનના રોજ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.

Advertisement

હાલ રાજ્યના જળાશયોના જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે

હાલ રાજ્યના જળાશયોના જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89 ટકા જળસ્તર છે. હાલ બે જળાશયોમાં 90 ટકાથી વધુ, 1મા 80 ટકાથી 90 ટકા, 3મા 70 ટકાથી 80 ટકા જેટલું જળસ્તર છે. 200 જળાશયોમાં જળસ્તર હવે 70 ટકાથી ઓછું છે. હાલમાં મહીસાગરના વણાકબોરીમાં સૌથી વધુ 93.39 ટકા, મોરબીના મચ્છુ-2માં 92.99 ટકા, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 92.84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ સિવાય 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં કચ્છના કાળાઘોઘા, રાજકોટના ભાદર-2, આજી-2, છોટા ઉદેપુરના સુખીનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: ગ્રામ્ય કોર્ટમાં 17 મદદનીશ સરકારી વકીલ પતરાના શેડ નીચે બેસવા મજબૂર

Tags :
Advertisement

.

×