WAVES Summit 2025 માં PM મોદીનું સંબોધન, કહ્યું, 'ભારતીય સિનેમા વિશ્વના દરેક ખૂણે પહોંચ્યું'
WAVES Summit 2025 : દેશનું પ્રથમ વિશ્વ ઓડિયો, વિઝ્યુઅલ, અને મનોરંજને સાંકળતા WAVES Summit 2025 ની આજથી મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે શરૂઆત થઇ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) સમિટનું ઉદ્ઘાટન કર્યું અને સમિટમાં હાજર મહાનુભાવોને સંબોધિત કર્યા છે. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનથી લઈને ચિરંજીવી સુધી ફિલ્મ જગતના ટોચના કલાકારો ઉપસ્થિત રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ આપશે
મુંબઈમાં સમિટની શરૂઆત એકેડેમી એવોર્ડ વિજેતા એમએમ કીરવાનીના 30 મેમ્બર્સના ઓર્કેસ્ટ્રાના પરફોર્મન્સ સાથે થઈ છે. 4 દિવસીય સમિટની થીમ 'કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ' છે, જેનો ઉદ્દેશ્ય ભારતને મનોરંજન અને ક્રિએટિવિટી માટે દુનિયાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. મીડિયા અને મનોરંજન ક્ષેત્ર તેના દાયરામાં આવશે. આ કાર્યક્રમ ભારતીય સિનેમા, ટેલિવિઝન અને મનોરંજન વિવિધ પાસાઓને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ આપશે.
ટેલેન્ટ અને ક્રિએટિવિટીની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ
પીએમ મોદીએ WAVES Summit 2025 માં તમામ કલાકારો, કન્ટેન્ટ ક્રિએટર્સ, સર્જનાત્મક વિચારકોને સંબોધિત કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે 100 થી વધુ દેશોના કલાકારો, રોકાણકારો અને નીતિ ઘડનારાઓ મુંબઈમાં એક છત નીચે ભેગા થયા છે. અમે ટેલેન્ટ અને ક્રિએટિવિટીની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ. વેવ્ઝ એ દરેક કલાકાર અને સર્જક માટે એક ગ્લોબલ પ્લેટફોર્મ છે.
ભારત એક અબજથી વધુ વાર્તાઓનો દેશ
વેવ્સ 2025 સમિટને સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રી મોદીએ કાન્સ અને ઓસ્કારનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, છેલ્લી સદીમાં ભારતીય સિનેમા વિશ્વના દરેક ખૂણામાં ભારતને લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યું છે. રશિયામાં રાજ કપૂરની લોકપ્રિયતા, કાન્સમાં સત્યજીત રેની લોકપ્રિયતા અને ઓસ્કારમાં RRR ની સફળતા પરથી આ સ્પષ્ટ થાય છે. એક અબજથી વધુ વસ્તી ધરાવતો ભારત પણ એક અબજથી વધુ વાર્તાઓનો દેશ છે.
આ પણ વાંચો --- Caste census: કેન્દ્રના જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય પર ક્યાંક કટાક્ષ તો ક્યાંક શ્રેય લેવાની હોડ, વાંચો વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા