ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'અમે ના યુદ્ધનું ષડયંત્ર રચીએ છીએ ના તેમાં જોડાઈએ છીએ', ટ્રમ્પની 100% Tariff અપીલ પર ચીનનો જવાબ

ટ્રમ્પની 100% Tariff અપીલ પર ચીનનો તીખો જવાબ : 'અમે યુદ્ધની ષડયંત્ર નથી રચતા', G7ને આર્થિક દબાણની નિંદા
07:55 AM Sep 14, 2025 IST | Mujahid Tunvar
ટ્રમ્પની 100% Tariff અપીલ પર ચીનનો તીખો જવાબ : 'અમે યુદ્ધની ષડયંત્ર નથી રચતા', G7ને આર્થિક દબાણની નિંદા

બેજિંગ : અમેરિકા અને NATO દેશો વચ્ચે રશિયાના તેલ ખરીદી પર ટેરિફ ( Tariff ) અને પ્રતિબંધો લગાવવાની વધતી માંગ વચ્ચે ચીને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ યુદ્ધના ષડયંત્રમાં જોડાતું નથી અને તેમાં ભાગ પણ લેતું પણ નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં NATO દેશોને અપીલ કરી હતી કે તેઓ રશિયાના તેલની ખરીદી બંધ કરે અને તેના પર કડક આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે કેટલાક NATO દેશો હજુ પણ રશિયાના તેલ ખરીદીને ગઠબંધનની સ્થિતિને નબળી પાડે છે. તેમણે ચેતવણી આપી કે અમેરિકા રશિયા પર મોટા પાયે નવા પ્રતિબંધો નહીં લગાવે, જ્યાં સુધી NATO દેશો એકજૂથ થઈને આ પગલું ન લે.

આ પણ વાંચો-Kim Jong’s decree: ઉત્તર કોરિયામા વિદેશી ટીવી શો જોનારાઓને હવે મોતની સજા! તાનાશાહ કિમ જોંગનું ફરમાન

ચીના વિદેશમંત્રી વાંગ યીનું નિવેદન : યુદ્ધ કોઈ સમસ્યાનું ઉકેલ નથી

ચીના વિદેશમંત્રી વાંગ યીએ સ્લોવેનિયાની મુલાકાત દરમિયાન નિવેદન આપ્યું કે યુદ્ધ કોઈ સમસ્યાનું ઉકેલ નથી અને પ્રતિબંધો માત્ર પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. વાંગ યીએ કહ્યું કે ચીન ના તો યુદ્ધની સાજિશ રચે છે ના તેમાં જોડાય છે, જે અમેરિકાને સીધો સંદેશ માનવામાં આવે છે. આ નિવેદન ટ્રમ્પની અપીલ પર પ્રતિસાદ તરીકે આવ્યું છે, જેમાં તેઓ G7 દેશોને ભારત અને ચીન પર 50થી 100% ટેરિફ લગાવવા કહે છે.

ભારત અને ચીન પર દબાણ : અમેરિકાની રણનીતિ

અમેરિકાએ પહેલેથી જ રશિયના તેલ ખરીદીને કારણે ભારત પર 50% ટેરિફ લગાવ્યા છે, જ્યારે ચીન પર હજુ સીધા પ્રતિબંધો નથી લગાવ્યા. ટ્રમ્પ વહીવટ G7 દેશોને પણ ભારત અને ચીન પર દબાણ વધારવા કહે છે, કારણ કે આ બંને દેશો રશિયાના મોટા ઊર્જા ખરીદદાર છે. G7 વિદેશમંત્રીઓની બેઠકમાં અમેરિકન વિદેશમંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે જ્યાં સુધી રશિયાના તેલથી મળતી આવકને સંપૂર્ણપણે રોકવામાં ન આવે ત્યાં સુધી પુતિનની 'યુદ્ધ મશીન'ને નબળી કરી શકાય નહીં. તેમણે તમામ દેશોને મળીને કડક પગલાં લેવાની અપીલ કરી.

અમેરિકા-ચીન સંબંધો પર વાંગ યીનો વલણ

ચીના વિદેશમંત્રી વાંગ યીએ તાજેતરમાં અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબીઓ સાથેની વાતચીતમાં પણ સ્પષ્ટ કર્યું કે બંને દેશોને પોતાના માર્ગથી ભટકવું ન જોઈએ અને સહયોગ જાળવી રાખવો જોઈએ. ચીને સંકેત આપ્યો કે તે કોઈ પણ પરિસ્થિતિમાં સંઘર્ષના માર્ગ પર નહીં જવા માંગે. આ નિવેદન અમેરિકાની ટેરિફ અપીલને કારણે વધુ મહત્વનું બને છે.

આ પણ વાંચો- America માં મૂળ ભારતીય વ્યક્તિની ઘાતકી હત્યા, પત્ની અને દીકરા સામે ધડથી માથું કર્યુ અલગ!

Tags :
#100TariffAppeal#ChinaTrumpResponse#EconomicPressure#G7NATOPressure#IndiaTariff#RussianOilBan#USChinaRelations#WangYiStatementGujaratFirstGujaratiNewstariffukrainewar
Next Article